વિસાવદર : તરૂણોને સંસ્કાર તથા રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાની કેળવણી અપાઇ

24 September 2022 12:26 PM
Junagadh
  • વિસાવદર : તરૂણોને સંસ્કાર તથા રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાની કેળવણી અપાઇ

આજે મોબાઈલ અને ઈન્ટરનેટને કારણે ઉદભવતા દૂષણોને લીધે તરૂણો ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી વિપરીત થતા જાય છે.ત્યારે રાષ્ટ્રીય સ્વયં સંઘના સૌરાષ્ટ્ર એકમના કુંટુંબ પ્રબોધન ગતિવિધી - સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ડો. કુમન ખૂંટ દ્વારા વિધાર્થીઓને કુટુંબ વ્યવસ્થા તેમજ આજના સમાજમાં તરૂણો જે પશ્ચિમી સંસ્કૃતિની દિશાવિહીન વિચારધારાઓ દ્વારા ગેરમાર્ગે દોરવાઈ જાય છે તેમાંથી કેમ બચવું તેની શિસ્ત સંયમની કેળવણી આપી હતી.તેમજ શહેરી કલ્ચરમાં વિવિધ નશીલી દવાઓને કારણે યુવાધન હિંસાત્મક બનતો જાય છે તે માટે વિધાર્થીઓને સારા શિક્ષણ તથા કુસંગતથી દૂર રહેવાનું કહયું હતું. આ પ્રસંગે આયેસમાજ વિસાવદરના મંત્રી સી.વી.ચૌહાણે પર બાળકોને વેદ ઉપનિષદની વાત કરી અને સમાજ માં ઉચ્ચ કક્ષાએ પહોચી રાષ્ટ્રને મજબૂતી પ્રદાન કરો એવી શીખ આપી હતી.આયેસમાજના સદસ્ય નિવૃત એગ્રી ઓફીસર માલવિયા સર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ નિયામક મણિલાલ ભેસાણીયાના માગેદશેન હેઠળ શિક્ષક મુકેશ મોરબીયા તથા સેજલબેન માંગરોલિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.તેમજ આ કાર્યક્રમના આયોજન માટે મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયાએ અભિનંદન આપ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement