જુનાગઢની ઝાંઝરડા ચોકડીએ પાલિકાનું ડિમોલીશન

24 September 2022 12:27 PM
Junagadh
  • જુનાગઢની ઝાંઝરડા ચોકડીએ પાલિકાનું ડિમોલીશન

દુકાનદારોમાં રોષ : કોંગી પ્રમુખ જેસીબી આડે ઉતરતા હટાવાયા : છાપરા-પાટીયા દૂર

જુનાગઢ,તા. 24 : જુનાગઢ મહાનગરમાં રાજકીય પક્ષોના કહેવાતા અનેક નેતાઓની મસમોટી બિલ્ડીંગો વોંકળા ઉપરના દબાણો તેના ઉપર કરેલા બાંધકામો, કોમર્શિયલ બિલ્ડીંગો વગેરેને દુર કરવા મનપા જાણે લાજ કાઢતું હોય તેની સામે જુનાગઢ ઝાંઝરડા ચોકડી ઉપર અચાનક મનપાને શુરાતન ચડ્યું હોય અને જેસીબી, ટ્રેક્ટરો સાથે પહોંચી જઇ દુકાનો, કેબીનોના છાપરા પાટીયા વગેરે દૂર કરવા મોડી રાતથી સવારના 5 સુધી આ કામગીરી કરી હતી. જ્યાં નાના મોટા વેપારીઓ એકઠા થઇ ગયા હતા. વેપારીઓના જણાવ્યા મુજબ કોઇપણ જાતની નોટીસ કે જાણ કર્યા વગર અચાનક ડીમોલીશનની કામગીરી શરુ કરી તે કેટલા અંશે વ્યાજબી છે.

તેની સામે વર્ષોથી 260 (2)ની અનેક નોટીસો મસમોટા મગર મચ્છોને આપેલી છે.રાજકીય નેતાઓ માથાભારે તેમજ રાજકીય વગ ધરાવતા ઉપરાંત કોંગી-ભાજપની વચ્ચે ધંધાના ભાગીદારોને આપવામાં આવી છે ત્યાં શું તંત્ર કોનાથી ડરે છે. કોની લાજ કાઢે છે. નાના વેપારીઓ પોતાનું પેટીયું રળી રહ્યા છે તેની સાથે જ નિયમો લાગુ કરી કડક હાથે કામ લેવાય છે. હોસ્પિટલના બોર્ડ છાપરા જેસીબીથી દૂર કરાયા છે. 6 કેબીનો દૂર કરવામાં આવી છે. કોંગી શહેર પ્રમુખ અમીત પટેલ દોડી આવી જેસીબીના આડે ઉભા રહી ગયા હતા.છતા કામગીરી રાત આખી ચાલુ હતી.


Advertisement
Advertisement
Advertisement