કોટડાસાંગાણી: મગફળી અને સોયાબીનના ઓછા ટેકાના ભાવથી ખેડૂતો નાખુશ

24 September 2022 01:17 PM
Junagadh
  • કોટડાસાંગાણી: મગફળી અને સોયાબીનના ઓછા ટેકાના ભાવથી ખેડૂતો નાખુશ

(સલીમ પતાણી) કોટડાસાંગાણી,તા.24: કોટડા સાંગાણી પંથકમાં ઉભડી મગફળીમાં પીળીયો વાયરસ આવી જતા મગફળી નો પાક નિષ્ફળ ગયેલ કોટડા સાંગાણી પથકમાં આ વર્ષે ઉભડી મગફળી નું વધારે વાવેતર કરવામાં આવેલ હોય જેમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવેલ છે.

જે મગફળીનું વાવેતર વધારે કરવામાં આવેલ જે ઊભડી મગફળી નું કોટડા સાંગાણી પંથકમાં વધારે વાવેતર કરવામાં આવે તે મગફળી ઉભડી વાવેતર કરવામાં આવેલ જે મોંઘા ભાવના બિયારણો ખરીદી કરીને વાવેતર કરવામાં આવેલ હતું.ઉભડી મગફળીમાં પીડિયો વાયરસ આવી જતા મગફળીનો પાક નિષ્ફળ ગયેલ ખેડૂતોએ ઉભડી મગફળીને રાપલી નાખેલ છે.

જેનું ઉત્પાદન વિઘે બે કોથળા થી માંડીને ચાર કોથરા સુધી થયેલ છે કે જે ગઈ સાલ કપાસના ઊંચા ભાવને કારણે આડી મગફળીનું વાવેતર બે ઓછું થયેલ છે.હાલમાં ખાતર બિયારણ દવા અને મજૂરીનો ખર્ચ બમણો થઈ ગયેલ છે તે જોતા મગફળી અને સોયાબીન ના ટેકાના ભાવ ખૂબ જ ઓછા જાહેર કરેલ છે.તેવું ખેડૂત આગેવાન કાનજીભાઈ ધનજીભાઈ સરવૈયા (ખોખરી)એક યાદીમાં જણાવેલ છે.


Advertisement
Advertisement
Advertisement