દસાડાનો 17 વર્ષનો સૌથી નાનો શૂટર નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

24 September 2022 01:41 PM
Surendaranagar Gujarat Saurashtra Sports
  • દસાડાનો 17 વર્ષનો સૌથી નાનો શૂટર નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
  • દસાડાનો 17 વર્ષનો સૌથી નાનો શૂટર નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
  • દસાડાનો 17 વર્ષનો સૌથી નાનો શૂટર નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
  • દસાડાનો 17 વર્ષનો સૌથી નાનો શૂટર નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

રાજયમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સમાં 6પ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે : ગુજરાતનાં 696 ખેલાડીઓ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.24
ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સમાં 6500થી વધુ ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત આવશે. જેમાં સૌથી વધુ ગુજરાતના 696 ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં આ નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં પુરૂષ વિભાગમાં દેશના કુલ 16 ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં દસાડાનો 17 વર્ષનો સૌથી નાની વયનો નેશનલ શૂટર 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ યુવાને સતત ત્રણ વર્ષે શૂટિંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ફરી ઇતિહાસ રચ્યો હતો. આ યુવાને ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ જીત્યો હતો.

ગુજરાતમાં 29મી સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે. આ દરમિયાન 36મી નેશનલ ગેમ્સ ઘણી ખાસ બની રહેશે. કારણ કે, તેમાં કોમનવેલ્થથી લઇ ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે. ત્યારે ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સમાં દેશના 33 રાજ્યોના 6500થી વધુ ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત આવશે. જેમાં સૌથી વધુ ગુજરાતના 696 ખેલાડીઓ ભાગ લેવાના છે. આ નેશનલ ગેમ્સમાં ઓલિમ્પિક સ્ટાર એથ્લિટ નીરજ ચોપરા પણ ભાગ લઇ રહ્યોં છે. જેમાં આ નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં પુરૂષ અને મહિલા વિભાગમાં દેશના કુલ 16-16 ખેલાડીઓ ભાગ લેવાના છે.

પુરૂષ વિભાગના કુલ 16 ખેલાડીઓમાંથી દસાડાનો 17 વર્ષનો બખ્તિયારૂદીન મલીક સૌથી નાની વયનો અને ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનો એકમાત્ર ખેલાડી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાનો 17 વર્ષનો સૌથી નાની વયનો નેશનલ શૂટર બખ્તિયારૂદીન મલીક છે. 36મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં 29મી સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન આયોજન થઇ રહ્યું છે. આ દરમિયાન 36મી નેશનલ ગેમ્સ ઘણી ખાસ બની રહેશે. કારણ કે, તેમાં કોમનવેલ્થથી લઇ ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે. પુરૂષ વિભાગના કુલ 16 ખેલાડીઓમાંથી દસાડાનો 17 વર્ષનો બખ્તિયારૂદીન મલીક સૌથી નાની વયનો અને ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનો એકમાત્ર ખેલાડી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાનો 17 વર્ષનો સૌથી નાની વયનો નેશનલ શૂટર બખ્તિયારૂદીન મલીક 36મી નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ત્રણ ગોલ્ડ મેડલ જીતી ફરી ઇતિહાસ રચ્યો હતો
દેશના વિવિધ રાજ્યોના પુરૂષ વિભાગના કુલ 16 ખેલાડીઓમાંથી દસાડાનો 17 વર્ષનો બખ્તિયારૂદીન મલીક સૌથી નાની વયનો અને ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનો એકમાત્ર ખેલાડી છે. જેણે સતત ત્રણ વર્ષે શૂટિંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. અને આ યુવાને ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ જીત્યો હતો.

સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા ખાતે રહેતા મુજાહિદખાન મલીકનો 17 વર્ષનો પુત્ર બખ્તિયારૂદિન મલીક અમદાવાદની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરવાની સાથે અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા અને ઓલિમ્પિયન અને વર્લ્ડ ચેમ્પીયન માનવજીતસિંઘ સંધુના કોંચીગ હેઠળ એણે માત્ર 12 વર્ષની વયે ભારતના સૌથી નાની વયે રીનાઉન્ડ શૂટર બની ઇતિહાસ રચ્યો હતો. બખ્તિયારૂદિને આ સિવાય બે વખત ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં, બે વખત સ્ટેટ ચેમ્પીયન અને એક વખત ખેલ મહાકૂંભ ચેમ્પીયન રહી ચૂક્યો છે.

અમેરિકાને હરાવી સિલ્વર મેડલ જીત્યું હતું
ગત 26મી એપ્રિલે બખ્તિયારૂદિનની વ્હાલસોયી માતા નૂશરત મલિકનું કોરોનાના લીધે મોત નિપજ્યું હતુ. છતાં એણે હિંમત હાર્યા વગર ટ્રેપ શૂટિંગમાં રાત-દિવસની અથાગ મહેનત બાદ બખ્તિયારૂદિનનો ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય ટીમમાં સમાવેશ થયો હતો. એપ્રિલમાં માતાનું કોરોનાથી મોતને, પાટડી (દસાડા)ના 17 વર્ષનો દિકરાએ લીમા-પેરૂમાં વર્લ્ડ ટ્રેપ શૂટીંગમાં અમેરિકાને હરાવી સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. વાતચીતમાં બખ્તિયારૂદિન મલીકે જણાવેલ કે ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલની આશા સાથે રાત-દિવસ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

દસાડાના મુજાહિદખાન મલિકની મોટી દિકરી શાદીયા મલિકે પણ થોડા સમય અગાઉ પંજાબના પટીયાલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડીયા ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં જૂનીયર અને સિનીયર કેટેગરીમાં એક સાથે બે ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો હતો. દસાડાની શાદીયા મલિકે શૂટીંગ સ્પર્ધામાં એક સાથે બે ગોલ્ડ મેડલ મેળવનારી ભારતની પ્રથમ યુવતિ બની પછાત દસાડાનું નામ રાષ્ટ્રીય ફલક પર ગૂંજતુ કર્યુ હતુ.


Related News

Advertisement
Advertisement
Advertisement