અસ્થિર સરકારોથી દેશ આગળ નથી વધી શક્યો, હવે લોકોનો ભરોસો વધ્યો છે : મોદી

24 September 2022 03:53 PM
India
  • અસ્થિર સરકારોથી દેશ આગળ નથી વધી શક્યો, હવે લોકોનો ભરોસો વધ્યો છે : મોદી

વરસાદના કારણે મોદીનો મંડીનો પ્રવાસ રદ : વર્ચ્યુઅલી સંબોધન : કાર્યકરોએ વરસાદથી બચવા ખુરશી માથા પર રાખી !

મંડી (હિમાચલ પ્રદેશ), તા. 24 : વડાપ્રધાન મોદીના હિમાચલ પ્રદેશના મંડીના પ્રવાસ દરમિયાન વરસાદ આવતા વડાપ્રધાનનો મંડીનો પ્રવાસ રદ કરવો પડ્યો હતો. અને વર્ચ્યુઅલ સંબોધનમાં કોંગ્રેસનું નામ લીધા વિના પ્રહારો કરતા જણાવ્યું હતું કે અસ્થિર સરકારોથી દેશ આગળ નથી વધી શક્યો, હવે દેશમાં સ્થિર સરકાર છે અને તેમાં લોકોનો ભરોસો વધ્યો છે.

મંડી ખાતે મેદાનમાં કાર્યકર્તાઓ વરસતા વરસાદે મોદીની વાટ જોતા હતા. આ કાર્યકર્તાઓએ વરસાદથી બચવા ખુરશીને માથા પર રાખી લીધી હતી ! વડાપ્રધાનનો મંડીમાં લગભગ અઢી કલાકનો પ્રોગ્રામ હતો. પણ વરસાદને કારણે તે રદ કરવો પડેલો અને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે હિમાચલની યુવા શક્તિએ માન વધાર્યું છે.

ખેલ ક્ષેત્રમાં પ્રિયંકા અન્યોએ નામ રોશન કર્યું છે. મોદીએ જણાવ્યું હતું કે કોરોનામાં જે કામ હિમાચલે કર્યું તે સરાહનીય છે. હિમાચલમાં કોલ્ડ ચેન અને પ્રોસેસીંગ યુનિટ લગાવવામાં આવી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોત્સાહન આપવા 14 હજાર કરોડ આપ્યા. મનાલી-ચંડીગઢ ફોર લેન કરવાનું ઝડપથી કામ થઇ રહ્યું છે. રોપવેને પ્રોત્સાહન આપ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement