હોય નહીં, મેડ ઈન ઈન્ડિયા વંદે ભારત ટ્રેને સ્પીડમાં બુલેટ ટ્રેનને પાછળ રાખી!

24 September 2022 03:55 PM
India
  • હોય નહીં, મેડ ઈન ઈન્ડિયા વંદે ભારત ટ્રેને સ્પીડમાં બુલેટ ટ્રેનને પાછળ રાખી!

વંદે ભારતની પ્રતિ કલાક 180 કિલોમીટરની ઝડપ છતાં ટ્રેનમાં રહેલો પાણીનો ગ્લાસ છલકાયો નહીં!

નવી દિલ્હી તા.24
પુરી રીતે ભારતમાં જ બનેલી અને ડિઝાઈન કરાયેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત ટ્રેને બુલેટ ટ્રેનને પણ પાછળ રાખી દીધી છે. હાલ ભારતમાં જાપાનના સહયોગથી બુલેટ ટ્રેનનો પ્રોજેકટ ચાલી રહ્યો છે ત્યારે મેડ ઈન ઈન્ડીયા વંદે ભારત ટ્રેને અનોખી સિદ્ધિ મેળવી છે.

કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે એક વિડીયો શેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે કેવી રીતે ભારતની આ ટ્રેને સ્પીડ પકડવાના મામલે બુલેટ ટ્રેનને પાછળ રાખી દીધી. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર ભારતની સેમી હાઈસ્પીડ વંદેભારત ટ્રેન માત્ર પર સેક્ધડમાં શૂન્યથી 100 કિલોમીટર દર કલાકે ગતિ પકડી લે છે; જયારે જાપાનમાં બનેલી બુલેટ ટ્રેન 100 કિલોમીટરની ગતિ પકડવામાં 55 સેક્ધડનો સમય લે છે. આ સિવાય વિડીયોમાં એ પણ દર્શાવવામાં આવ્યું કે વંદે ભારત ટ્રેન 180 કિલોમીટર દર કલાકની ઝડપે દોડી રહી છે

તેમ છતાં ટ્રેનમાં રાખેલ પાણી ભરેલો ગ્લાસ છલકાતો પણ નથી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ ભારતની એડવાન્સ્ડ ટેકનીકનો દુર્લભ નમુનો છે. ટ્રેનની સ્પીડની આ ટ્રાયલ રાજસ્થાનના કોટાથી નાગદા રેલવે સ્ટેશન વચ્ચે કરાઈ હતી. હાલ આ વંદે ભારત એકસપ્રેસ બે રૂટ પર ચલાવાય છે. એક દિલ્હીથી વૈષ્ણોદેવી કટરા અને બીજી નવી દિલ્હીથી વારાણસી માટે દોડે છે. આ ટ્રેનમાં સેલ્ફ પ્રોપેલ્ડ એન્જીન લાગ્યું છે. જે બોગીમાં જ જોડાયેલ છે. ટ્રેનના બધા દરવાજા ઓટોમેટીક છે.


Related News

Advertisement
Advertisement
Advertisement