ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલીવુડની એકટ્રેસ લુઈસ ફલેચરનું નિધન

24 September 2022 04:47 PM
Entertainment
  • ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલીવુડની એકટ્રેસ લુઈસ ફલેચરનું નિધન

88 વર્ષની વયે ફ્રાન્સમાં કુદરતી મૃત્યુ થયુ

મોંટડુરસ (ફ્રાંસ) તા.24 : હોલીવુડની ઓસ્કાર એવોર્ડ વિજેતા એકટ્રેસ લુઈસ ફલેચરનું આજે 88 વર્ષની વયે નિધન થયું છે. ફ્રાન્સના મોંટડુરસ ખાતે તેમના નિવાસે તેમનું કુદરતી નિધન થયું હતું. લુઈસ ફલેચરને મિલોસ ફોરમેન દ્વારા નિર્દેશિત 1975માં આવેલી ફિલ્મ નવન ફલુ ઓવર ધી કુકુ નેસ્ટથમાં નર્સ રેરડની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે.

તેને આ રોલ માટે 1976માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. લુઈસનો જન્મ 22 જુલાઈ 1934માં અમેરિકાના અલબમાના એક શહેર બર્મિધમમાં થયો હતો. તેના માતા-પિતા બધિર હતા, લુઈસે પોતાની અભિનયની કેરીયરની શરૂઆત 1950ના દાયકાના અંતમાં નલોમેનથ, નબેટ માસ્ટર્સનથ, નઅનટચેબલ્સથ જેવી ટીવી સીરીઝથી કરી હતી, લુઈસે આ સિવાય નએકટ્રેસ પિકટ ફેન્સથ, નજોન ઓફ આર્કાડિયાથ જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી હતી. લુઈસનું નિધન ઉંઘમાં જ થયું હતું. લુઈસે ઓસ્કાર ઉપરાંત બાપટા પુરસ્કાર, ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર જીત્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement