અભિનેતા સલમાનખાનની અલીબાગ ઇવેન્ટમાં હત્યા કરવાની યોજના હતી

24 September 2022 04:47 PM
Entertainment India
  • અભિનેતા સલમાનખાનની અલીબાગ ઇવેન્ટમાં હત્યા કરવાની યોજના હતી

મુસેવાલા હત્યા કેસમાં પકડાયેલ ગેંગસ્ટર કપિલ, પંડિતની ચોકાવનારી કબુલાત

મુંબઇ,તા.24
જાણીતા પંજાબી સિંગર અને નેતા સિદ્ધુ મેસવાલાની હત્યાના આરોપમાં પકડાયેલા અને હાલ પંજાબ જેલમાં બંધ લોરેન્સ વિશ્ર્નોઇ ગેંગના સભ્ય કપિલ પંડિતે મુંબઇ ક્રાઇમ બ્રાંચ સમક્ષ ચોંકાવનાર ખુલાસા કર્યો છે. કપિલે જણાવેલ હતું કે, મુસેવાલાની હત્યા અગાઉ તેમણે પ્રસિદ્ધ અભિનેતા સલમાન ખાનની હત્યા કરવાની યોજના ઘડી હતી.

પોલીસ સમક્ષ કપિલ પંડિતે જણાવેલ હતું કે, ફેબ્રુઆરી 2019માં તેઓએ સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસની રેકી કરાવી હતી. અને અલીબાગની એક ઇવેન્ટમાં અભિનેતાની હત્યા કરવાની યોજના ઘડી હતી.

જોકે, કોઇ કારણોસર સલમાને આ ઇવેન્ટ કેન્સલ કરતા હત્યાની યોજના પર પાણી ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કપિલ પંડિત ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઇ ગેંગનો કથિત સભ્ય છે. મુંબઇ પોલીસના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ તેઓએ અભિનેતા સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement