ઋષિકેશમાં હત્યાકાંડથી લોકો વિફર્યા: ધારાસભ્યની કારમાં તોડફોડ: ભાજપ નેતાનો રીસોર્ટ ફુંકી માર્યો

24 September 2022 05:16 PM
India
  • ઋષિકેશમાં હત્યાકાંડથી લોકો વિફર્યા: ધારાસભ્યની કારમાં તોડફોડ: ભાજપ નેતાનો રીસોર્ટ ફુંકી માર્યો

ઋષિકેશ તા.24
અત્રે રિસેપ્શનિસ્ટ અંકીતા ભંડારની હત્યા બાદ લોકોમાં આક્રોશ વધી ગયો છે અને ગુસ્સે ભરાયેલા લોકોએ યમકેશ્ર્વરના ભાજપ ધારાસભ્ય રેણુ બિસ્ટની ગાડીમાં તોડફોડ કરી હતી, જયારે આરોપી પુલકિતના રિસોર્ટના પાછળના ભાગમાં આવેલી ફેકટરીમાં ગુસ્સે ભરાયેલા લોકોએ આગ લગાવી દીધી હતી. એક દિવસ પહેલા આરોપી પુલકિત આર્ય અને તેના સહયોગીની ધરપકડ બાદ લોકોએ પિટાઈ કરી દીધી હતી.

હાલ મૃતક અંકિતના ડેડ બોડીનું ઋષિકેશ એઈમ્સમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. અંકિતાના અગ્નિ સંસ્કાર હરદ્વારમાં થઈ શકે છે. આ મામલે ઉતરાખંડની ધામી સરકારે પુલકિતના પિતા વિનોદ આર્ય અને ભાઈ અંકિતને ભાજપમાંથી કાઢી મુકયા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement