મુંબઇ-ગોવા હાઇવે સાવચેતી રૂપે 25 કલાક સુધી બંધ રાખવો પડયો !

24 September 2022 05:20 PM
India
  • મુંબઇ-ગોવા હાઇવે સાવચેતી રૂપે 25 કલાક સુધી બંધ રાખવો પડયો !

♦ રત્નાગિરી જિલ્લામાં ગેસ ભરેલું ટેન્કર નદીમાં ખાબકતા

♦ દુર્ઘટના બાદ તુરંત ગેસ લિક થવા લાગતા તંત્રને પગલુ લેવું પડયું

મુંબઇ,તા.24
ગયા ગુરૂવારે બપોરે ત્રણ વાગ્યા આસપાસ 17 હજાર કીલો એલપીજી લઇને જઇ રહેલું ટેન્કર રત્નાગીરી જિલ્લામાંથી પસાર થતી વખતે અંજનારી નદીમાં રેલીંગ તોડી ખાબકતા મુંબઇ ગોવા હાઇ વે ને 25 કલાક સુધી બંધ રાખવાની નોબત આવી હતી. દુઘર્ટનાના થોડા સમયમાં જ ગેસ લિક થવાનું શરૂ થતા તંત્ર દોડતું થઇ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, ગોવા-મુંબઈ હાઈવે ખાસ્સો વ્યસ્ત ગણાય છે. અહીં માલવાહક ટ્રકોની પણ મોટાપાયે અવરજવર રહેતી હોય છે. 17 હજાર કિલો ગેસ ભરેલું ટેન્કર પલ્ટી જતાં અગમચેતીના ભાગરુપે આખાય હાઈવેને 25 કલાક સુધી બંધ કરી દેવાતા જોરદાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, તેના કારણે હાઈવે પર ટ્રકોની લાંબી-લાંબી લાઈનો લાગી ગઈ હતી. નાના વાહનો માટે કેટલીક જગ્યાએ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઘટના જો વીકેન્ડમાં બની હોત તો સ્થિતિ વધુ ખરાબ થાત.


Related News

Advertisement
Advertisement
Advertisement