રાજકોટના 4 સહિત રાજ્યના 69 પીએસઆઈની બદલી

24 September 2022 08:56 PM
Rajkot Gujarat
  • રાજકોટના 4 સહિત રાજ્યના 69 પીએસઆઈની બદલી

રાજ્યમાં બઢતી પામેલા રાજકોટ શહેરના 8 સહિત 383 પીએસઆઈની પણ બદલી, અન્ય 7 પીએસઆઈને રાજકોટ શહેરમાં જ પોસ્ટિંગ અપાયું

રાજકોટ:
રાજકોટના 4 સહિત રાજ્યના 69 પીએસઆઈની બદલી કરાઈ છે. ઉપરાંત રાજ્યમાં તાજેતરમાં જ હેડ કોન્સ્ટેબલ-એએસઆઈમાંથી બઢતી પામેલા રાજકોટ શહેરના 8 સહિત 383 પીએસઆઈની પણ બદલી થઈ છે. રાજકોટ શહેરના અન્ય 7 પીએસઆઈને રાજકોટ શહેરમાં જ પોસ્ટિંગ અપાયું છે.

રાજકોટ શહેરના બી.જી. ડાંગરને કચ્છ-ગાંધીધામ, વી.કે. ઝાલા અને એ.બી. વોરાને ગીર સોમનાથ તેમજ ટી.બી. મલેકને પશ્ચિમ રેલવે વડોદરા ખાતે જવાબદારી સોંપાઈ છે. જ્યારે નર્મદાના એ.એન. પરમાર, જામનગરના એ.એસ. ગરચરને રાજકોટ શહેરમાં મુકાયા જ્યારે રાજકોટ ગ્રામ્યના કે.એ. ગોહિલની ગીર સોમનાથ બદલી કરાઈ છે.

બઢતી થયા પછી બદલી થઈ છે તેવા રાજકોટ શહેરના અજયસિંહ ચુડાસમાને સુરેન્દ્રનગર, ભાનુભાઈ મિયાત્રાને રાજકોટ ગ્રામ્ય, ચંદ્રસિંહ જાડેજાને ગીર સોમનાથ, પ્રતાપસિંહ ઝાલાને ભાવનગર, પ્રવિણભાઈ જામંગને જૂનાગઢ, સુભાષભાઈ ડાંગરને ગાંધીધામ, વિજયકુમાર શુક્લને દેવભૂમિ દ્વારકા, જેન્તીભાઈ ગોવાણીને જામનગર મુકાયા, રાજકોટ ગ્રામ્યના જગતકુમાર તેરૈયાને રાજકોટ શહેર, હરેન્દ્રસિંહ જાડેજાને ભાવનગર, ઉપેન્દ્રસિંહ જાડેજાને સુરત શહેર, વિજયભાઈ ચાવડાને કચ્છ-ભુજમાં જવાબદારી સોંપાઈ આ સિવાય રાજકોટ શહેરના હિતેન્દ્રભાઈ જામંગ, ભરવાડ બોગાભાઈ, દિલીપકુમાર રત્નુ, જગેન્દ્રસિંહ જાડેજા, ચેતનસિંહ ચુડાસમા, કિશોરભાઈ પરમાર અને અશ્વિનગીરી ગોસ્વામીને રાજકોટ શહેરમાં જ પોસ્ટિંગ અપાયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement