રાજકોટમાં નોરતાના આગલા દિવસે જ વરસાદ : અર્ધો ઇંચ જેટલુ પાણી વરસ્યું : મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં : નવરાત્રીના ખેલૈયાઓમાં ચિંતા

25 September 2022 07:50 PM
Rajkot
  • રાજકોટમાં નોરતાના આગલા દિવસે જ વરસાદ : અર્ધો ઇંચ જેટલુ પાણી વરસ્યું : મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં : નવરાત્રીના ખેલૈયાઓમાં ચિંતા

રાજકોટ:
ગઈકાલે જ વરસાદની આગાહી કરવામાં આવી હતી. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ વિઘ્ન બને તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી ત્યારે આજે રવિવારની સાંજે એટલે કે, નોરતાના આગલા દિવસે જ રાજકોટમાં મેઘાવી માહોલ છવાયો છે. શહેર ભરમાં વરસાદ વરસી રહ્યો છે. સાંજે છએક વાગ્યા આસપાસ જોરદાર વરસાદ વરસી શરૂ થયા બાદ થોડી વાર અટક્યોને બાદમાં સાડા સાતેક વાગ્યા બાદ ફરી શરૂ થયો છે. પ્રથમ શહેરના મવડી વિસ્તારથી લઈ સામાકાંઠા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement