T20 અને વન-ડે શ્રેણી માટે ટીમ આફ્રિકા ભારત પહોંચી: બુધવારથી મુકાબલો શરૂ

26 September 2022 10:11 AM
India Sports World
  • T20 અને વન-ડે શ્રેણી માટે ટીમ આફ્રિકા ભારત પહોંચી: બુધવારથી મુકાબલો શરૂ

પહેલાં ત્રણ મેચની T20 શ્રેણી રમાશે ત્યારપછી ભારતના સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં રમાશે વન-ડે શ્રેણી: બન્ને ટીમ માટે વર્લ્ડકપની તૈયારી સજ્જડ કરવા માટેની તક

નવીદિલ્હી, તા.26
ભારત વિરુદ્ધ વન-ડે અને ટી-20 શ્રેણી રમવા માટે આફ્રિકાની ક્રિકેટ ટીમ ભારત આવી પહોંચી છે. આ પ્રવાસે આફ્રિકા ભારત સામે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. ભારતમાં તમામ આફ્રિકી ખેલાડીઓનું સ્વાગત પારંપરિક રીતે થયું હતું. દક્ષિણ આફ્રિકા ટીમમાં સામેલ મોટાભાગના ખેલાડીઓ આઈપીએલમાં રમતા હોવાથી તેમના માટે ભારતનો માહોલ નવો નથી.

ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 શ્રેણીનો પ્રારંભ 26 ઑક્ટોબરને બુધવારથી થશે. પહેલી મેચ તિરુવનંતપુરના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ પર રમાશે. જ્યારે બીજી મેચ બે ઑક્ટોબરે ગૌહાટી અને ત્રીજી મેચ ચાર ઑક્ટોબરથી ઈન્દોરમાં રમાશે.

વન-ડે શ્રેણીની શરૂઆત છ ઑક્ટોબરથી થશે જેનો પહેલો મુકાબલો લખનૌમાં રમાશે. જ્યારે બીજી મેચ નવ ઑક્ટોબરે રાંચી અને ત્રીજી મેચ 11 ઑક્ટોબરે દિલ્હીમાં રમાશે. જો કે વન-ડે શ્રેણીમાં ભારતના મુખ્ય ખેલાડીઓ ભાગ લેશે નહીં. ટી-20 વિશ્ર્વકપમાં સામેલ ભારતીય ખેલાડીઓને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે અને ધવનની આગેવાનીમાં યુવા ખેલાડીઓ આફ્રિકા વિરુદ્ધ રમશે.

આફ્રિકાની ટીમ પણ આ શ્રેણીમાં વર્લ્ડકપની પોતાની તૈયારીઓને સજ્જડ કરવા માગશે. તેમ્બા બાવુમાની કેપ્ટનશિપમાં આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટી-20 વર્લ્ડકપમાં આ વખતે આફ્રિકા ટીમ અન્ય દિગ્ગજ ટીમોને પરાજય આપી શકવા સક્ષમ લાગી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement