દિપ્તી શર્માએ કરેલું ‘માર્કડિંગ’ વ્યાજબી; નારાજ થવાની જરૂર નથી: એમસીસી

26 September 2022 11:09 AM
Sports
  • દિપ્તી શર્માએ કરેલું ‘માર્કડિંગ’ વ્યાજબી; નારાજ થવાની જરૂર નથી: એમસીસી

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં દીપ્તી શર્માએ બોલિંગ પહેલાં જ ક્રિઝ બહાર નીકળી ગયેલી ચાર્લી ડીનને રનઆઉટ કરતાં મચી ગયો’તો હોબાળો

નવીદિલ્હી, તા.26 : ક્રિકેટ નિયમોના સંરક્ષક મેરિલબોલ ક્રિકેટ ક્લબ (એમસીસી)એ ઑલરાઉન્ડર દીપ્તી શર્મા દ્વારા ઈંગ્લેન્ડની ચાર્લી ડીનને બોલિંગ એન્ડ પર રનઆઉટ કરવાની વાતને વ્યાજબી ગણાવી છે. ઈંગ્લેન્ડની છેલ્લી બેટર ડીન (47 રન)ને બોલિંગ એન્ડ પર ક્રિઝથી બહાર નીકળવા પર વિવાદાસ્પદ અંદાજમાં રનઆઉટ કરવામાં આવી હતી અને તેના થકી જ ટીમ ઈન્ડિયાએ જીત પણ મેળવી હતી.

ડીન જેવી ક્રિઝ બહાર નીકળી કે દીપ્તીએ તેને આઉટ કરી દીધી હતી. દીપ્તી દ્વારા કરાયેલું રનઆઉટ એકદમ વ્યાજબી હતું આમ છતાં ઈંગ્લેન્ડના અમુક ખેલાડીઓએ નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ એમસીસીએ કહ્યું કે આમાં કશું જ ખોટું નથી. એમસીસીએ નિવેદનમાં કહ્યું કે વાસ્તવકાં એક રોમાંચક મેચનો અસામાન્ય અંત આવ્યો હતો તેમાં અધિકારીઓએ યોગ્ય ભૂમિકા ભજવી અને તેને જરા પણ ખોટું ગણવું જોઈએ નહીં. બોલિંગ એન્ડ પર બેટરો માટે એમસીસીનો સંદેશ એ જ રહેશે કે ત્યાં સુધી તેઓ ક્રિઝમાં રહે જ્યાં સુધી બોલરના હાથમાંથી બોલ નીકળતો જોઈ ન લ્યે. આવું કરશે તો જ રનઆઉટથી બચી શકશે.


Related News

Advertisement
Advertisement
Advertisement