વાંકાનેરમાં નવરાત્રી પર ફરી મેદાનનો વિવાદ: પાલિકાએ રૂ.20000 માંગ્યા

26 September 2022 11:23 AM
Morbi Gujarat Top News
  • વાંકાનેરમાં નવરાત્રી પર ફરી મેદાનનો વિવાદ: પાલિકાએ રૂ.20000 માંગ્યા

મહાનગરોમાં ટોકન ભાડે ફાળવણી પણ વાંકાનેરમાં હિન્દુ તહેવારો પર આડોડાઈ ચાલુ : જીતુભાઈ સોમાણીની અરજી પર વહીવટદાર શું કાર્યવાહી કરશે?

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26 : વાંકાનેરમાં નગરપાલિકા વિસ્તારમાં આવતા આર.એસ.એસ. ગ્રાઉન્ડમાં વર્ષોથી નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રી રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેના માટે તેને પાલિકા પાસેથી ટોકન દરે આ ગ્રાઉન્ડની માંગણી કરવામાં આવી છે જોકે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા હાલમાં આયોજકોને ડિપોઝિટ સહિત 20,000 રૂપિયા ભરવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી છે ત્યારે સવાલએ ઉભો થાય છે કે જો ગુજરાતના મેગાસિટી એવા અમદાવાદ અને વડોદરામાં તેમજ અન્ય શહેરોની અંદર નવરાત્રીના આયોજન માટે એક રૂપિયાના ટોકન ભાડેથી ગ્રાઉન્ડની ફાળવણી કરવામાં આવતી હોય તો વાંકાનેર જેવા નાના શહેરમાં શા માટે આયોજકો પાસેથી તોતિંગ ભાડું વસૂલ કરવા માટે તેને અધિકારીઓ દ્વારા આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તે હાલમાં ચર્ચાનો વિષય બનેલ છે

વાંકાનેર શહેરમાં ગણેશોત્સવ સમિતિ દ્વારા અગાઉ આરએસએસનું ગ્રાઉન્ડ ટોકન ભાડેથી માંગવામાં આવ્યું હતું અને તેને લઈને ઘણા બધા વિવાદો થયા હતા અને ત્યારબાદ અંતે બે પાર્ટીને આ ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું હતું જો ક બીજી પાર્ટી ત્યાં કોઈપણ પ્રકારનું ગણેશ સ્થાપન કરવા માટે કે ગણેશ ઉત્સવનું આયોજન કરવા માટે આવી ન હતી અને અંતે ગણેશ ઉત્સવ સમિતિ અને જીતુભાઈ સોમાણીની ટીમ દ્વારા ત્યાં ગણેશ ઉત્સવનું સ્થાપન કરીને ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો તે સૌ જાણે છે અને તેઓની ગણેશોત્સવ સમિતિ નવરાત્રીમાં દર વર્ષે વાંકાનેરમાં રાસ ગરબા માટે થઈને નવરાત્રિનું આયોજન કરે છે અને આરએસએસના ગ્રાઉન્ડમાં આ નવરાત્રી મહોત્સવ યોજવામાં આવતો હોય છે જોકે અગાઉ જે રીતે વિવાદ થયો હતો તેવા જે વિવાદના ફરી એંધાણ હાલમાં દેખાઈ રહ્યા છે

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નગરપાલિકાના વર્તમાન ચીફ ઓફિસર દ્વારા હાલમાં નવરાત્રી માટે થઈને મેદાનની ટોકન દરે માંગણી કરનારા જીતુભાઈ સોમાણીને ડિપોઝિટના 8000 રૂપિયા તેમજ 12000 ભાડુ ગણીને 20,000 રૂપિયા ભરવા લેખિતમાં જાણ કરવામાં આવી છે ત્યારે સૌથી મોટો સવાલએ થાય છે કે જો ગુજરાતના અમદાવાદ અને વડોદરા જેવા મેગાસિટીમાં એક બે નહીં પરંતુ 17 કરતા વધુ ગ્રાઉન્ડ એક રૂપિયાના ટોકન ભાડેથી નવરાત્રિના આયોજન કરવા માટે જવાબદાર અધિકારી દ્વારા ફાળવવામાં આવતા હોય

તો વાંકાનેર જેવા નાના શહેરની અંદર નવરાત્રીના આયોજન માટે આયોજક પાસેથી ડિપોઝિટ અને ભાડું મળીને 20,000 રૂપિયા જેવી તોતિંગ રકમ લેવાની જરૂર શું છે ? તે સૌથી મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે હાલમાં વાંકાનેરમાં થતી ચર્ચા મુજબ વાંકાનેરના અધિકારીઓ રાજકીય ઈશારે કામગીરી કરતા હોય તેવો ઘાટ હિન્દુ ધર્મની જુદી જુદી ઉજવણીમાં જોવા મળે છે ત્યારે હિન્દુત્વ વાદી સરકારના પ્રતિનિધિઓ કેમ મૌન બેઠા છે ? તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે જો બરોડામાં મ્યુનિસિપલ કોર્પોરેશન નવરાત્રી ઉજવવા માટે ગ્રાઉન્ડ ફક્ત 1 ના ટોકન દરથી ભાડે આપતી હોય તો વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી અને તેની ટીમ જે નવરાત્રી ઉજવવા ગ્રાઉન્ડની માંગણી કરેલ છે તેમા કેમ તોતિંગ રકમ વસુલ કરવામાં આવી રહી છે અને જીતુભાઇએ કરેલ અરજીમાં વાંકાનેરના વહીવટદાર શુ કાર્યવાહી કરશે ? તે તો આગામી સમય જ બતાવશે


Related News

Advertisement
Advertisement
Advertisement