વંથલીનાં કોયલી ગામની સીમનાં કારખાનામાંથી ઈલે.મોટર, પંપ કેબલ વાયર તસ્કરો ચોરી ગયા

26 September 2022 11:34 AM
Junagadh
  • વંથલીનાં કોયલી ગામની સીમનાં કારખાનામાંથી ઈલે.મોટર, પંપ કેબલ વાયર તસ્કરો ચોરી ગયા

માંગરોળમાં દફનવિધિમાંથી પરત ફરતા પરિવાર પર ધોકા-પથ્થરોના ઘા

જુનાગઢ તા.26 : વંથલીના કોયલી ગામની સીમમાં આવેલ કારખાનામાંથી નાની મોટી નવ મોટર પંપ પટ્ટા કેબલ પટ્ટા સહિત કુલ રૂા.1,41,000ની મતાની ચોરી થયાની ફરીયાદ નોંધાતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે. વંથલીમાં ત્રાંબડીયા શેરીમાં રહેતા અને વંથલીના કોયલી ગામની સીમમાં કારખાનું ધરાવતા ફરીયાદી ચીરાગભાઈ કનુભાઈ ત્રાંબડીયા (ઉ.34)ના કારખાનામાં ગત તા.21-9ની સાંજે 7 કલાકે કોઈ અજાણ્યા ઈશમે 10 હોર્સપાવરની ઈલે. મોટર રૂા.20,000, મોટર પાંચ રૂા.50,000, એક હોર્સ પાવરની બે મોટર રૂા.10 હજાર, અડધા હોર્સ પાવરની મોટર એક રૂા.એક હજાર સ્ટીલનો નવો પંપ 15,000 પટ્ટી કેબલ એક હજાર રૂા.20,000 પાના પકકડ એંગલોના પાઈપ રૂા.10,000 સહિત કુલ રૂા.1,41,000ના માલસામાનની ચોરી કરી કોઈ લઈ ગયાની વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ધોકા-પથ્થરોના ઘા
માંગરોળ બંદર ઝાપા કોલાત શેરીમાં રહેતા ઉમરભાઈ સોકતભાઈ શેખલાલ (ઉ.28) ગઈકાલે રાત્રીના 12-45 કલાકે તેઓ અને અન્ય લોકો તેમના નાનાની દફનવિધિ કરવા માંગરોળ બંદર કબ્રસ્તાનના ગેઈટ પાસે આવેલ જય ભાદ્રેશા કૃપા નામના મકાન ઉપરથી કોઈ અજાણ્યા ઈશમે માનવ જીંદગી જોખમાય તે રીતે બેફામ રીતે છુટ્ટા લાકડાના ધોકા પથ્થરોના ઘા કર્યાની ફરીયાદ ઉમર ફારૂક સોકાત (ઉ.28)એ નોંધાવતા માંગરોળ મરીન પીએસઆઈ એસ.આર. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

એકટીવાની ચોરી
જુનાગઢ રાયજીબાગ લક્ષ્મી નારાયણ મંદિર પાસેના એપાર્ટમેન્ટમાં રહેતા અજયભાઈ નરેન્દ્રરાય વૈષ્ણવના મોટા બહેન દિષ્નાબેન નરેશભાઈ ખારોડનું એકટીવા સ્કુટર નં. જીજે 11 સીઈ 7656 કીંમત રૂા.40,000નું હાટકેશ હોસ્પીટલ પાસે દોમડીયા વાડીની બાજુમાંથી કોઈ અજાણ્યો ઈશમ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement