સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થા : ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે યુવકની કરપીણ હત્યા

26 September 2022 11:41 AM
Surendaranagar Crime Gujarat
  • સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થા : ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે યુવકની કરપીણ હત્યા
  • સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થા : ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે યુવકની કરપીણ હત્યા
  • સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થા : ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે યુવકની કરપીણ હત્યા
  • સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થા : ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે યુવકની કરપીણ હત્યા
  • સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થા : ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે યુવકની કરપીણ હત્યા
  • સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થા : ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે યુવકની કરપીણ હત્યા

ગ્રામ પંચાયતની ચૂંટણી સમયથી નાના મોટા ઝઘડાઓ ચાલી રહ્યા હતા અને એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ થઈ હતી જેનું મન:દુ:ખ રાખી યુવકની હત્યા કરવામાં આવી : પરિવારે લાશ સ્વીકારવા ઇન્કાર કર્યો : અન્ય ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 26
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથડતી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારા મારી અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે તે એક ચિંતાનો વિષય છે અને કાયદો વ્યવસ્થા સામે પણ સવાલનો ઊભા કરતી પરિસ્થિતિ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર બંધી હોવા છતાં પણ હથિયારથી હુમલા કરી અને મોતને ઘાટ ઉતારી અને હત્યાના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે લોકો પણ અનેક તર્ક-વિતર્કો સર્જી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ના દેવચરાડી ગામે વધુ એક હત્યાનો બનાવ બન્યો છે યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને હત્યા કરી નાખવામાં આવી છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે દેવ ચરાડી ગામે રાત્રિ દરમિયાન જગદીશભાઈ પરમાર નામના યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને જીવલેણ હુમલા દરમિયાન જગદીશભાઈ પરમારને હથિયાર ના ઘા જીકી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે જેને લઇને ચાકચાર માચી જવા પામ્યો છે પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

ગત રાત્રી દરમિયાન ધાંગધ્રાના દેવચરાડી ગામે સામાન્ય બોલાચાલી બાદ હત્યા યુવકની કરવામાં આવી હતી જેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ દેવચરાડી ગામ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે અને યુવકની હત્યા બાદ દેવચરાડી ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેને લઈને હાલની પરિસ્થિતિમાં શાંતિ જળવાઈ દેવચરાડી ગામમાં તેઓ પ્રયાસ પોલીસ તંત્ર દ્વારા પણ હાથ ધરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસસોજી પોલીસ તથા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે.

યુવકની હત્યાના પગલે ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને ત્યાં ડોક્ટરે ટીમ દ્વારા યુવકની ડેડબોડીનું પીએમ કરવામાં આવ્યું છે પરંતુ હાલની પરિસ્થિતિમાં લાશ ન સ્વીકારવાનો ઇનકાર પરિવારજનો દ્વારા કરી દેવામાં આવ્યો છે તેને લઈને હાલની પરિસ્થિતિમાં ધાંગધ્રા પંથકમાં સંપૂર્ણપણે ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે ત્યાં સુધી આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી ડેડબોડી નહીં સ્વીકારવામાં આવે તેવી માંગણી પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવ્યું છે અને હાલની પરિસ્થિતિમાં ઘટનાને 18 કલાક બાદ પણ લાશનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડતી જઈ રહી છે ત્યારે બે સમાજના લોકો રાત્રિ દરમિયાન દેવચરાડી ગામે સામસામે આવી ગયા હતા અને જેમાં એક યુવકની કરપિડ હત્યા કરવામાં આવી છે અને અન્ય એક યુવક એક યુવક ઇજાગ્રસ્ત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં ડોક્ટરી ટીમ દ્વારા આ ઇજાગ્રસ્ત યુવકની સારવાર શરૂ કરવામાં આવી છે તેમની હાલત ઇજાગ્રસ્ત યુવક મનીષભાઈ ની પણ હાલત ગંભીર હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે રાખવામાં આવ્યા છે ત્યારે ઇજાગ્રસ્ત યુવકને પણ ઢોર માર્યો છે માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

સરપંચની ચૂંટણી સમયથી બે સમાજ વચ્ચે માથાકૂટ ચાલી આવતી હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સતત સવાલો ઊભા થઈ રહ્યા છે તેવા સંજોગોમાં ગ્રામ પંચાયત એટલે કે સરપંચની ચૂંટણી દરમિયાનથી બે સમાજ વચ્ચે માથાકૂટ થતી હતી ત્યારે અનુસૂચિત જાતિની મહિલા ઉમેદવાર સામાન્ય સીટ ઉપરથી વિજેતા બની હતી અને સરપંચ બનવાની માથાકૂટ તે વખતથી ચાલી આવતી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે.

ત્યારે સરપંચની ચૂંટણી સમયથી બે સમાજ વચ્ચે બોલાચાલી થતી માથાકૂટ થતી અને આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થતી હતી પરંતુ આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું ચર્ચા રહ્યું છે જેનું પરિણામ યુવકનું જીવ લેવાઈ ગયો છે અને પરિણામ મોતમાં ફેરવાયું છે.

હત્યા ના હત્યારા ને પકડો ત્યાર બાદ ડેડબોડી ઉઠાવીશું : પરિવારજનો અને પોલીસ વચ્ચે બોલાચાલી
ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે સામાન્ય બાબતે યુવકની હત્યા કરી નાખવામાં આવી છે ત્યારે હત્યા બાદ ડેડબોડીને પીએમ માટે ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે પરંતુ ડોક્ટરી ટીમ દ્વારા યુવકનું પીએમ કરવામાં આવ્યું છે જગદીશભાઈ પરમાર નામના યુવકનું પીએમ કરી અને ત્યારબાદ ડેડબોડી પરિવારને સોંપવાનું કહેતા પરિવારજનો દ્વારા ડેડબોડી સ્વીકારવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે હત્યાના આરોપીને પકડો ત્યારબાદ ડેડબોડી સ્વીકારશું તેવું પોલીસ તંત્રને પરિવારજનો દ્વારા જણાવી દેવામાં આવ્યું છે.

પોલીસ કામગીરી સામે પણ કેટલાક સવાલો
સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા પ્રયાસો પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે પરંતુ હવે પોલીસ કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે સરપંચ અને ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયાને લગભગ એક જ વર્ષ જેટલો સમયગાળો થઈ ચૂક્યો છે ત્યારે તે વખતથી દેવચરાડી ગામે સામાન્ય બાબતે બે સમાજ વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થતા બોલાચાલી થતી પોલીસ ફરિયાદ પણ થતી.

પરંતુ પોલીસ તંત્ર દ્વારા આ બંને સમાજના આગેવાનો સાથે બેઠક કેમ યોજવામાં ન આવી અને સમાધાન કેમ ન કરાવવામાં આવ્યું તે એક સવાલ ઉદભવી રહ્યો છે ત્યારે આ બાબતે દેવચરાડી ગામે કાલ રાત્રી દરમિયાન યુવકની હત્યા થઈ છે ત્યારે આ હત્યા પાછળ જવાબદાર કોણ તે પણ એક ગામમાં સવાલ ઉદ્ભવી રહ્યો છે.

યુવકની હત્યા બાદ ધ્રાંગધ્રા આજે બંધ : બજારો સજજડ બંધ રહી..
અનેક વખત પોલીસ ફરિયાદ બાદ પણ પીઆઇ અને બીટ જમાદાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી
ગત રાત્રી દરમિયાન ધાંગધ્રા ના દેવચરાડી ગામે યુવક જગદીશભાઈ પરમારની હથિયાર ના ઘા જીકી અને હત્યા કરવામાં આવી છે ત્યારે સરપંચની ચૂંટણી સમયથી સામાન્ય બાબતે બે સમાજના લોકો વચ્ચે બોલાચારી થતી હતી ઝઘડાઓ થતા હતા વારંવાર પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના પગલા ભરવામાં ન આવ્યા હોવાના આક્ષેપ સાથે ગામમાં બોર્ડ મૂકવામાં આવ્યા છે ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ટીબી હિરાણી અને જમાદાર ભુપતભાઈ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ ગામમાં મૂકવામાં આવેલા બોર્ડમાં કરવામાં આવ્યો છે ત્યારે યુવકની હત્યા બાદ આજે ધાંગધ્રા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને ધાંગધ્રા સજળ બંધ પણ રહ્યું છે ધાંગધ્રા ની મુખ્ય બજારો વહેલી સવારથી બંધ રહી છે.

અને સાળા કોલેજો હોસ્પિટલ તથા મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ શરૂ રાખવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે હજુ સુધી પરિવારજનો દ્વારા લાસ સ્વીકારવામાં આવી નથી ત્યારે ધાંગધ્રા સજજડ બંધ રહ્યું છે. અને ધાંગધ્રા માં મુખ્ય બજારોમાં બોર્ડ પર મૂકી દેવામાં આવ્યા છે જ્યાં સુધી આરોપીઓને પોલીસની ઝડપે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે.


Related News

Advertisement
Advertisement
Advertisement