દિલ્હીથી નીકળી ગયેલી કિશોરી જુનાગઢ રેલ્વે સ્ટેશનમાં મળી: અભયમ ટીમનું કાઉન્સેલીંગ

26 September 2022 11:55 AM
Junagadh
  • દિલ્હીથી નીકળી ગયેલી કિશોરી જુનાગઢ રેલ્વે સ્ટેશનમાં મળી: અભયમ ટીમનું કાઉન્સેલીંગ

અભ્યાસ થકી કેરીયર બનાવવા ઈચ્છતી કિશોરી પર પરિવારે લગ્નનું દબાણ કરતા દિલ્હી છોડયું હતું

જુનાગઢ તા.26 : જુનાગઢ રેલ્વેના ચેકીંક સ્ટાફે ઘરેથી ભાગી નીકળેલી એક કિશોરીને અભયમ ટીમને સોંપી દીધી હતી. આ અંગેની મળતી વિગત મુજબ પશ્ર્ચિમ રેલવે ભાવનગર ડીવીઝન પર જબલપુરથી સોમનાથ એકસપ્રેસ ટ્રેનમાં ટીકીટ ચેકીંગ દરમ્યાન મહિલા ચેકીંગ સ્ટાફે એક કિશોરી વગર ટીકીટે મળી આવી હતી. ચેકીંગ દરમ્યાન કિશોરી નર્વસ જોવા મળી હતી. તેની ચેકીંગ સ્ટાફે સહાનુભૂતિ પૂર્વક પૂછપરછ કરતા સત્ય સામે આવ્યું હતું.

કિશોરી દિલ્હીની રહીશ હોય તેમના માતા પિતા બન્ને ગુજરી ગયા છે. તેમના ગ્રાન્ટ પેરેન્સ 18 વર્ષના અંતે લગ્ન કરાવવા માંગતા હોય હાલ તે 18 વર્ષથી નાની વયની છે તેમજ તેણીને આગળ અભ્યાસ કરી પોતાની કારકીર્દી જીંદગી પગ પર ઉભી રહેવા કંઈક બનવા અને પોતાનું કેરીયર બનાવવા માંગતી હોય જેથી પોતે ઘર છોડીને ટ્રેનમાં બેસી કયાં જવું? શું કરવું? તે નકકી કરી શકતી ન હતી. આ હકીકત મળતા કિશોરીને જુનાગઢ રેલવે સ્ટેશને ઉતારી જુનાગઢ સીનીયર ડીસીએમ માશુક અહમદે પોલીસની મદદ લઈ 181ની ટીમને ફોન કરી અભયમ ટીમને બોલાવી સોંપી દેવામાં આવ્યાનું જાણવા મળેલ છે.


Advertisement
Advertisement
Advertisement