જુનાગઢમાં વ્યાજખોરોનાં ત્રાસથી યુવાને ઝેર ખાઈ જીવ દીધો

26 September 2022 11:57 AM
Junagadh
  • જુનાગઢમાં વ્યાજખોરોનાં ત્રાસથી યુવાને ઝેર ખાઈ જીવ દીધો

ત્રણ વ્યાજખોરો સામે મૃતકનાં પિતાની તાલુકા પોલીસમાં ફરિયાદ

જુનાગઢ તા.26 : જુનાગઢ વંથલી રોડ વિસ્તારમાં રહેતા અને પિતા પુત્ર ટ્રક ચલાવી ગુજરાન ચલાવતા હોય તેઓના ટ્રકના કામે વ્યાજે રૂપિયા લીધા બાદ તે રકમ ચુકવી દેવા છતા ત્રણ આરોપીઓએ છાશવારે પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા કંટાળી જઈ યુવાને ઝેરી દવા પીને જીવ દઈ દેતા મૃતક યુવકના પિતાએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા લેન્ડગ્રેબીંગની કલમ નીચે તપાસ હાથ ધરી છે.

મધુરમ ભગવતીનગર વાંગ્લા ફાટક નજીક વંથલી રોડ પર રહેતા ફરીયાદી લખમણભાઈ અરજણભાઈ વાઢીયા (ઉ.50) અને તેમનો દિકરો અલ્પેશ ટ્રક ચલાવતા હોય ટ્રક અવાર નવાર ખરાબ થતો હોય જેથી આરોપીઓ કરન ઓડેદરા (દોલતપરા) કરશન રબારી રે. ગાંધીગ્રામ અને ભરત પાનસેરીયા રે. દોલતપરા વાળાઓ પાસેથી વર્ષ 2017માં વ્યાજે નાણા લીધેલ જે વ્યાજ સહિત ચુકવી દેવા છતા લખમણભાઈના પુત્ર અલ્પેશ પાસે અવારનવાર ફોન ઉપર દબાણ કરી પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હોય

જે દબાણના લીધે ગત તા.6-9-2022ની રાત્રીના 8-30 કલાકે અલ્પેશ લખમણભાઈ વાઢીયાએ ઝાંઝરડા ચોકડીથી આગળ અક્ષર વેબ્રીજ કાંટાથી આગળ રોડની સાઈડ ઉપર ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. જેની ફરીયાદ મૃતકના પિતા લખમણભાઈ અરજણભાઈ વાઢીયા (ઉ.50)એ આરોપીઓ કરન ઓડેદરા, કરશન રબારી અને ભરત પાનસેરીયા સામે નોંધાવતા મનીલેન્ડીંગ એકટ 5,33 (3) 40 મુજબ ગુનો નોંધાયો છે.


Advertisement
Advertisement
Advertisement