માઁ આદ્યશક્તિનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ: નવ દિવસ રાસ ગરબાની રમઝટ

26 September 2022 12:10 PM
Rajkot Dharmik PM Jam Kandorna Saurashtra
  • માઁ આદ્યશક્તિનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ: નવ દિવસ રાસ ગરબાની રમઝટ
  • માઁ આદ્યશક્તિનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ: નવ દિવસ રાસ ગરબાની રમઝટ
  • માઁ આદ્યશક્તિનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ: નવ દિવસ રાસ ગરબાની રમઝટ
  • માઁ આદ્યશક્તિનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ: નવ દિવસ રાસ ગરબાની રમઝટ
  • માઁ આદ્યશક્તિનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ: નવ દિવસ રાસ ગરબાની રમઝટ
  • માઁ આદ્યશક્તિનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ: નવ દિવસ રાસ ગરબાની રમઝટ
  • માઁ આદ્યશક્તિનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ: નવ દિવસ રાસ ગરબાની રમઝટ
  • માઁ આદ્યશક્તિનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ: નવ દિવસ રાસ ગરબાની રમઝટ
  • માઁ આદ્યશક્તિનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ: નવ દિવસ રાસ ગરબાની રમઝટ

► ઢોલીડા ઢોલ તું ધીમે વગાડના, રઢિયાળી રાતડીની જોજે રંગ જાયના, જોજે રંગ જાયના

► ગોંડલમાં ભુવનેશ્વરી પીઠ, ચોટીલા ડુંગરે માઁ ચામુંડા, ગિરનારમાં માઁ અંબાજી, હરસિદ્ધિ માતાજી, આશાપુરાધામ (કચ્છ) સહિતના સ્થાનોમાં શ્રદ્ધાનો સાગર ઘુઘવશે: જુનાગઢમાં 150 પ્રાચીન અને 20 અર્વાચીન ગરબીઓ: વેરાવળમાં રેયોન નવદુર્ગા ગરબી મંડળ દ્વારા રાસ-ગરબા હરિફાઈ: જામખંભાળીયા દ્વારા રાસ-ગરબાનું આયોજન: આજથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માઁ ની ભક્તિમાં લીન બનશે

રાજકોટ તા.26
આજથી મા જગદંબાની ભક્તિનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજથી નવ દિવસ મા શક્તિની આરાધના-અનુષ્ઠાનો થશે. આ વખતે નવરાત્રીના પૂરા નવ દિવસ હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. કોરોનાના બે વર્ષ બાદ મુકત મને નવરાત્રી પર્વ ઉજવવામાં આવી રહ્યું છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરો ઉમંગ વ્યાપેલો છે. સૌરાષ્ટ્રમાં ચોટીલા ડુંગર પર માતા ચામુંડાજી, જુનાગઢ પાસે ગિરનાર પર્વત પર અંબાજી, દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ પાસે હરસિદ્ધિ માતાજી, કચ્છમાં આશાપુરા માતાજી તેમજ રાજકોટમાં રાજાશાહી વખતના આશાપુરા માતાજી, ગોંડલમાં ભુવનેશ્વરી માતાજીનું મંદિર, દરેક માતાજીના મંદિરોમાં અનુષ્ઠાન મંત્ર, જપ, સ્તુતિ આરતી, પૂજન, અર્ચન, હોમ હવનથી વાતાવરણમાં દિવ્યતા છવાઈ જશે. સૌરાષ્ટ્રમાં ગરબા, માતાજીની ચુંદડી, દીવડા, ધૂપ સહિતની ધૂમ ખરીદી નીકળી છે. આજે સવારે ભાવિકોએ ઘટ સ્થાપન શુભ મુહુરતમાં કર્યા હતા.

સૌરાષ્ટ્રમાં નવ હજારથી વધુ સ્થળોએ પ્રાચીન ગરબીના આયોજનો થયા છે. શક્તિપીઠ અંબાજી, પાવાગઢમાં મા કાલીની નવ દિવસ અનેરા ઉમંગ સાથે ભક્તિ થશે. ભાવિકોની ભીડ જોવા મળશે.આજથી રાત્રે પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબાની જમાવટ થશે. લોકોમાં રાસ ગરબા રમવાનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં 800ની આસપાસ પ્રાચીન ગરબીઓ વિવિધ વિસ્તારોમાં યોજાશે. નાની મોટી બાળાઓ રાસ-ગરબા રમીને મા શક્તિની આરાધના કરશે. પ્રાચીન ગરબીના આયોજકોએ તૈયારીઓ પૂર્ણ કરી છે.

આજે 26 ઓકટોબરે અને સોમવારના મા જગદંબાના નવલા નવરાત્રીનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે. મા વાઘેશ્વરી- ગિરનાર પર્વત ઉપર બીરાજતા મા અંબાજી, ગાયત્રી મંદિર સહિતના વિવિધ માતાજીના મંદિરે વહેલી સવારથી આરતી, શૃંગાર આરતી, મહાઆરતી, પૂજન હોમહવન, અનુષ્ઠાન, યજ્ઞ સહિતના માતાજીના આંગણે ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. ઉપરાંત માઈભકતોના ઘરે ઘરે ઝવેરા કોડીયામાં વાવેતર કરી માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવેલ છે.

માના નવલા નવરાત્રીમાં અબાલ, વૃદ્ધ, યુવાનો, યુવતીઓ, મહિલાઓ નવ દિવસ માના ગરબા સાથે ગુણગાન ગાવા દરરોજ રાત્રીને માના ચાચર ચોકમાં પ્રાચીન, અર્વાચીન ગરબીઓમાં નાની બાળાઓથી લઈ મહિલાઓ રાસની રમઝટ બોલાવવા મોડીરાત સુધી નવ દિવસ માથે ગરબો હાથમાં ડાંડીયા રાસ લઈને ઠેર ઠેર જોવા મળી રહી છે. જુનાગઢમાં 150 જેટલી પ્રાચીન ગરબીઓમાં આ વર્ષે રંગમહેલ દીપાંજલીમાં ઓમકારેશ્વર ચોક જેવી અનેક ગરબીઓ બંધ થઈ જતાં નાની નાની બાળાઓ નિરાશ થઈ જવા પામી છે. ખાસ કરીને સંચાલન સમયનો ભોગ નાણા સહિતના વિવિધ પ્રશ્ર્નોના મુખ્ય કારણ બનવા પામ્યાનું જાણવા મળેલ છે.

હિન્દુ-મુસ્લીમ બાળાઓ એક સાથે માના ગણગાન ગાય છે. જે નરસિંહ મહેતાના ચોરાની પ્રાચીન ગરબી ‘જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ જુનાગઢની 55 વર્ષની નાની મોટી બાળાઓ માટે અહીં યોજવામાં આવે છે. જેમ સળગતી હીંઢોણી, તલવાર, ટીપ્પણી રાસ માથે હેલા (બેડા) સહિતના વિવિધ માતાજીના ગરબા જોવા માટે હજારો લોકો અહીં ઉમટી પડે છે. ચામુંડા ગરબી મંડળમાં પ્રમુખ તરીકે પ્રવિણભાઈ ચાવડા, ઉપપ્રમુખ રમેશભાઈ કુનપરા, મંત્રી સીડા ઈકબાલભાઈ બોડુભાઈ ખજાનચી, અમીનભાઈ મોહમદભાઈ હાલોપોત્રા સહિતના ભાઈઓ વહીવટ કરવામાં આવે છે.

માના ગરબીમાં માર્ગદર્શક તરીકે યુસુફભાઈ મીઠુભાઈ તિરસાઈવાલા, અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી, નિતીનભાઈ દાફાણી, રાજુભાઈ વ્યાસ, લાલભાઈ પટેલ, ટ્રસ્ટી વસાણી જીતેન્દ્રભાઈ, અશોકભાઈ ચાવડા, સાવલિયા અભિષેક, સહમંત્રી બેરનાણી નરેન્દ્રભાઈ સહિતના માઈભકતો રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. આ આયોજકોના જણાવ્યા મુજબ 55 વર્ષથી હિન્દુ-મુસ્લીમ બાળાઓ અહી મા ચામુંડા ગરબી મંડળ નીચે માના નેજા નીચે ચાચર ચોકમાં ઘુમી ભારતી પ્રાચીન સંસ્કૃતિનું જતન અને સંસ્કૃતિને ઉજાગર કરવા હિન્દુ-મુસલીમ ભાઈઓ એક સાથે રહી માના નવલા નવરાત્રી અહી દશેરા સુધી રમાડવામાં આવે છે. અહીં ખાસ કરીને સળગતી હીંઢોળીનો રાસ બાળાઓ ઉપર મોટી મોટી અગ્નિની જવાળાઓ ઉઠેલી હોય ત્યારે માનો ગરબો સળગતી હીંઢોણી જોવા માટે શ્વાસ અદ્ધર થઈ જાય તેના દર્શન માટે હજારો હિન્દુ-મુસ્લીમ ભાઈ-બહેનો ઉમટી પડતા હોય છે.

અનુષ્ઠાન
હિન્દુ સંસ્કૃતિમાં શિવ અને શક્તિનું અનેરું મહત્વ છે. તેની ઉપાસના-આરાધના અનુષ્ઠાન કરવા માટેના શ્રેષ્ઠ દિવસો શરદ માસ શરદ નવરાત્રીને આદી અનાદીકાળથી ગણવામાં આવે છે. આ નવલા નવરાત્રાનાં દિવસોમાં પર્વત ઉપર બિરાજતા નોરતામાં ગિરનારની ગુફાઓ, આશ્રમો, માના મંદિરોમાં અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. ગૌમુખી ગંગા ખાતે સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ, અગ્નિ અખાડાના સચીવ સંપૂર્ણાનંદ, મા અન્નપૂર્ણાની મા જગદંબાની, મા કાલીની સહિતની માતાજીની આરાધના કરવામાં આવી રહી છે, મહાકાલી ગુફા, હનુમાનધારા, રાજરાજેશ્વરી પીઠ ખાતે લંડનથી આવેલા રાજુભાઈ ભીમાણી સહિતના અનુષ્ઠાન કરશે. તેમજ મા વાઘેશ્વરી, શક્તિપીઠ, રામવાળી-2 ખાતે પણ માનું પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા છે, પથ્થર ચટી ખાતે નાગભાઈ વાળા યોગી પઢીયાર સહિતના માતાજીના ભક્તો આરાધના કરશે.

ગરબે ઘુમતી 51 હજાર બાળાઓને પ્રસાદી
જુનાગઢ અખંડ ભારત સંઘ દ્વારા નવરાત્રી પર્વની હિન્દુ રાષ્ટ્ર, શક્તિપર્વ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે જેમાં 51 હજાર જેટલી શેરી, ચોરે ચોટે રમતી નાની બાળાઓને વિરાંગના સ્વરૂપ આ બાળાઓ 51 હજારને પ્રસાદી વિતરણ આજથી કરવામાં આવશે જે માટે કાર્યકરો રવાના થઈ ગયા છે, જુનાગઢ ગિર સોમનાથ બંદર જીલ્લાની અંદાજીત 1 લાખ બાળાઓ પરિવાર સાથે પૂજા કરી રાષ્ટ્રધર્મ અને ઈશ્વર માટે પ્રતિજ્ઞા થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

વેરાવળ 
નવરાત્રી એટલે માં આધ્ય શક્તિની આરાધના અને ભકિત નો ત્રીવેણી સંગમ જેમાં વેરાવળમાં રેયોન હાઉસિંગ કોલોનીમાં નવદુર્ગાં માતાજીના મંદિરે રાસોત્સ્વ સાથે નવરાત્રી મહોત્સવનું આયોજન મંડળના પ્રમુખ મોહનભાઈ ગોહેલ, ઉપપ્રમુખ સોની યોગેશ સતીકુંવર સહીતના દ્વારા કરવામાં આવેલ છે. આ નવરાત્રી મહોત્સવમાં સમુહ રાસ ગરબા તેમજ જુદી-જુદી રાસ ગરબાની હરીફાઇ રાખેલ છે.

તા.26 થી નવરાત્રીનો પ્રારંભ થનાર છે અને તા.4 ઓકટોમ્બરના અભિનેત્રી રાજેશ્રી મીના પંજાબી, ઇન્નર વ્હીલ કલબના પ્રમુખ પાયલબેન પારેખ, ડો.ડી.કે.બારડ, મર્કન્ટાઈલ કો ઓપ બેન્કના ચેરમેન નવીનભાઈ શાહ સહીતના સહયોગથી હરીફાઈનું આયોજન કરેલ હોય તેમજ દરરોજ બાળાઓને પ્રોત્સાહીત ઇનામો આપી નવલા નોરતાની ઉજવણીનું આયોજન કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

જામખંભાળીયા
ખંભાળિયા શહેર નજીક આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજરોજ સોમવાર તારીખ 26 થી તારીખ 4 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીંના જાણીતા રુદ્ર ગ્રુપના ઉપક્રમે અત્રે ભાણવડ રોડ ઉપર પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સની સામે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલા નવ દિવસના આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર શંકરભાઈ આહીર, જાહલબેન આહીર, વિપુલભાઈ જેઠવા તેમજ જાણીતા કલાકારો-સાજિંદાઓના સથવારે પ્રાચીન અર્વાચીન રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર આયોજન માટે મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ રાસોત્સવમાં વિજેતા ખેલૈયાઓને સન્માનિત પણ કરવામાં આવશે. આ આયોજનમાં મીડિયા પાર્ટનર તરીકે રાડિયા ન્યૂઝ એજન્સી દ્વારા સેવા આપવામાં આવી રહી છે.

ખંભાળિયા નગરપાલિકા દ્વારા આજથી નવ દિવસ અત્રે સ્ટેશન રોડ ઉપર આવેલી રાજ્ય પુરોહિત બોર્ડિંગ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જે માટે પાલિકાના સતાધીશો, સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

આશાપુરા માતાના મઢ ખાતે ઘટસ્થાપન વિધિ યોજાઈ
કચ્છમાં મા આશાપુરા ધામ-માતાના મઢ ખાતે ગઇકાલ રાત્રે નવ વાગે અનેરા ધર્મોલ્લાસ સાથે ઘટસ્થાપન વિધિ કરવામાં ાવી હતી. જેમાં અધ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી તથા ટ્રસ્ટીગણ ખેંગારજી જાડેજા, પ્રવિણસિંહજી, મંગળજીભાઈ ઠક્કર, ગોર મહારાજ દેવકૃષ્ણ જોશી, માઈ ભક્તો તથા મયુરસિંહ જાડેજા, ભુવા ગજુભા ચૌહાણ, માતાજીના ગરબા, ભજનો દ્વારા માતાજીની આરતી વિધિ વિધાન સાથે ઘટસ્થાપન કરવામાં આવેલ હતું.
(તસ્વીર : ધીરજ સ્ટોર્સ-માતાના મઢ-અહેવાલ : વિનોદ પોપટ-રાજકોટ)


Related News

Advertisement
Advertisement
Advertisement