ખારાઘોડા રણમાં ભલે રહેવા માટે ઘર ન હોય, પહેરવા માટે વસ્ત્ર ન હોય છતાં મોજથી જિંદગી જીવતા આગરીયાઓના બાળકો!

26 September 2022 01:09 PM
Surendaranagar Saurashtra
  • ખારાઘોડા રણમાં ભલે રહેવા માટે ઘર ન હોય, પહેરવા માટે વસ્ત્ર ન હોય છતાં મોજથી જિંદગી જીવતા આગરીયાઓના બાળકો!
  • ખારાઘોડા રણમાં ભલે રહેવા માટે ઘર ન હોય, પહેરવા માટે વસ્ત્ર ન હોય છતાં મોજથી જિંદગી જીવતા આગરીયાઓના બાળકો!
  • ખારાઘોડા રણમાં ભલે રહેવા માટે ઘર ન હોય, પહેરવા માટે વસ્ત્ર ન હોય છતાં મોજથી જિંદગી જીવતા આગરીયાઓના બાળકો!

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રણમાં મીઠાની ખેતી કરતા આગરીયાઓના પરિવારમાં જીવનમાં ભલે ખારાશ હોય પરંતુ તેમના જીવન માયાળુ અને માનવતા ભર્યા હોય છે પોતે ભલે આઠ માસ સુધી રણમાં ખારા પાણીથી લઈ અને મીઠાનું ઉત્પાદન થાય ત્યાં સુધી પોતાનું જીવન ખારા સમા વિતાવતા હોય પરંતુ પોતાના જીવનની સાથે વર્ણહરી જિંદગીને આગરીયાઓ મોજથી જીવતા હોય છે ત્યારે બંગલામાં રહેતો સુખી સંપન્ન કરોડપતિ હોય કે પછી અબજોપતિ હોય પરંતુ તેના જીવનમાં શાંતિ નામનો માત્ર શબ્દ જ હોય પરંતુ જીવનમાં શાંતિ ક્યારેય ન હોય ત્યારે આગરિયાઓના મોજીલા જીવનની અનોખી દાસ્તાન રણમાં જોવા મળે છે

ત્યારે સરકારે તો રણ વિસ્તારને ઘુડખર અભિયાન ચલાવી અને આ રણને વિદેશીઓ પ્રવાસ માટે આવતા હોય છે ત્યારે આવા માનવીને જોઈ અને જરા ઈતરાજી થતી હશે પરંતુ આ અગરિયાઓના મન તો માત્ર એની સાથે કલાકો વિતાવે તેવા લોકોને તેનો અનુભવ થતો હોય છે ત્યારે આ અગાઉની ચૂંટણીમાં જ્યારે ખુદ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી પણ અગરિયાઓની આ ઝુંપડીમાં બાજરાનો રોટલો અને ડુંગળી આરોગ્ય અને ઘડાના પાણીમાંથી ભલે ખારું હોય પણ તેનું જીવન મીઠું હોય તેવો ઓડકાર ખાધો હતો ત્યારે ખુદ રાહુલ ગાંધીએ પણ અગરિયાઓની મુલાકાત અગાઉની ચૂંટણીમાં લીધેલી પરંતુ આજે પણ અગરિયા હોય એમની મોજમાં જે સમયે રાહુલ ગાંધી આવ્યા હતા એ સમયની રીતે જ અગરિયાઓ પોતાનું જીવન વિતાવી રહ્યા છે ત્યારે તેમને તો કદાચ ખબર પણ નહીં હોય કે આ રણની મુલાકાતે કોંગ્રેસના રાહુલ ગાંધી આવ્યા હતા.

પરંતુ હાલની વર્તમાન સરકાર ધારે તો આ લોકોને પણ અનેક પ્રકારની સુવિધાઓ આપી શકે તેમ છે પરંતુ આઝાદી મળી અગરિયાઓને બરબાદી મળી અગરિયાઓ તો ઘણીવાર મોજમાં આવે છે ત્યારે જણાવે છે કે આના કરતાં અમારે બ્રિટિશ સરકાર સારી હતી કે જેને ઇતિહાસ રચ્યો રણમાં ખારાઘોડા ગામમાં અનેક સુવિધાઓ પ્રાપ્ત કરી પરંતુ આ સરકાર તો તેની જાળવણી પણ ના કરી શકી અફસોસ ત્યારે રણની વાસ્તવિક તસવીરો નહોતો રહેવા માટે ઘર છે કે ન તન ઉપર વસ્ત્ર છે છતાં તેનું સૂરજ સમાન ઊગતું જીવન મોજીલું છે અને પરિવારનું જીવન આથમતા સૂર્ય સમાન છે ત્યારે તસવીરમાં એક ઝૂંપડી બતાવી છે

આ ઝુંપડી ની બહાર એક ઢોળીઓ ખાટલો ઢાળેલો દેખાય છે બાળક માત્ર ઉપરનું વસ્ત્ર પહેરી અને નજરે પડી રહ્યું છે માતા-પિતા તો ક્યાં છે તેને પણ ખબર નથી છતાં પણ તેનું જીવન મોજીલી દાસ્તાન સમાન છે ત્યારે બીજી તસવીર જોવા જઈએ તો એ પણ રણની તસવીર છે ત્યારે અગરિયા પરિવારની દીકરી રણમાં કોઈપણ વસ્તુની ખરીદી કરવી હોય તો 20 થી 25 કિલોમીટર ગામમાં જવું પડતું હોય છે માત્ર 500 ગ્રામ બાજરાનો લોટ લેવો હોય તો પણ ગામમાં જવું પડે એવી દાસ્તાન સાથે પોતાની મોજમાં પોતાના ભાઈને સાયકલની પાછળ બેસાડી અને જાણે કે આખા પરિવારની ખરીદી કરવા ન જઈ રહી હોય તેવો તેનો જ હસમુખો ચહેરો

અને તેના મુખ ઉપર હાસ્યની રેલાતી તસવીર આ રણમાં ભાઈ બહેનની સાથે જોવા મળે છે. ત્યારે ત્રીજી તસવીરમાં બે બાળકો જાણે પોતાનું જીવન બનાવવા બેઠા હોય તેવી તસવીર સામે આવી રહી છે ત્યારે આ બંને બાળકો માત્ર સાવ નાની વયના છે પરંતુ જિંદગીની મોટી વાતો કરતા હોય તેવો અને પોતાનો ઇતિહાસ રચવાની જાણે વિચારણા કરતા હોય તેવી આ તસવીર ગવાઈ આપી રહી છે ત્યારે રણમાં નથી ધન કે દોલત છતાં પણ મોજીલુ જીવન અને મોજીલુ બાળપણ વિતાવતા આ બાળકો તસવીરમાં કેદ થયા છેે.(તસ્વીર / અહેવાલ : ફારૂક ચૌહાણ - વઢવાણ)


Related News

Advertisement
Advertisement
Advertisement