ચુંદડી, ફુલહાર, પુજાપો, પ્રસાદ માટે ઝાલાવાડની બજારમાં છેલ્લી ઘડીની ખરીદી

26 September 2022 01:10 PM
Surendaranagar Saurashtra
  • ચુંદડી, ફુલહાર, પુજાપો, પ્રસાદ માટે ઝાલાવાડની બજારમાં છેલ્લી ઘડીની ખરીદી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.26
નવરાત્રી પર્વના પ્રારંભ પૂર્વે લખતર સહીત ઝાલાવાડની બજારોમાં પુજાપો, ફુલહાર, ચુંદડી, પ્રસાદ, કલાત્મક ગરબા વિગેરેની ખરીદી નીકળી હતી. બજારમાં નવરાત્રી પર્વે ઉપયોગમાં લેવાતી તમામ ચીજવસ્તુઓની છેલ્લી ઘડીએ ખરીદી નીકળી હતી. ગત વર્ષ કરતા વિવિધ વસ્તુઓમાં 10 થી 20 ટકાનો ભાવ વધારો હોવા છતાં માઈભક્તોએ આસ્થાપૂર્વક ખરીદી કરી હતી.

સુરેન્દ્રનગર શહેરના પંચમુખી હનુમાન પાસે બેસતા સુરેશભાઈ જણાવતા હતા કે આ વખતે માતાજીના શણગારમાં પણ જીએસટી આવી ગયો છે જેના કારણે 15 થી 20 ટકા શણગારમાં ભાવ વધ્યા છે આમ છતાં પણ સામાન્ય ગ્રાહકી શરૂ થઈ ગઈ છે અને નવરાત્રિના તહેવારો શરૂ થયા છે ત્યારે ભાવ વધવા છતાં પણ લોકો ઉત્સાહ ઉમંગભેર ખરીદી કરી રહ્યા છે

ત્યારે તેમનો પરિવાર જોરાવનગર વરદાન હોસ્પિટલ ની પાસે તેમજ રતનપર રામેશ્વર મંદિર પાસે અને સુરેન્દ્રનગર શહેરના પંચમુખી હનુમાન પતરાવાળી ચોક વિસ્તારમાં એમ ત્રણ જગ્યાઓ ઉપર એમની વેચાણ વ્યવસ્થા ચાલુ છે અને બજાર કરતા પણ વ્યાજબી ભાવે માતાજીનો શણગાર તેમજ ફૂલના હાર સહિતની વસ્તુઓ વ્યાજબી ભાવે વેચાણ કરી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement