રિલીઝ પહેલા જ શાહરુખની ફિલ્મ ‘જવાન’ એ 250 કરોડની કમાણી કરી લીધી!

26 September 2022 02:24 PM
Entertainment India
  • રિલીઝ પહેલા જ શાહરુખની ફિલ્મ ‘જવાન’ એ 250 કરોડની કમાણી કરી લીધી!

ફિલ્મના ટીવી-ઓટીટી રાઈટ જંગી કિંમતે વેચાયા

મુંબઈ: છેલ્લા લાંબા સમયથી સ્ક્રીનથી દુર શાહરુખખાન હાલ તો મોટા મોટા પ્રોજેકટમાં કામ કરી રહ્યો છે. હાલમાં જ તે ‘બ્રહ્માસ્ત્ર’માં કેમિયો રોલમાં સાયન્ટીસ્ટ બનીને પ્રશંસા મેળવી ગયો હતો. શાહરુખ હવે વર્ષ 2023માં રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘ડંકી’ અને સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘પઠાન’થી રૂપેરી પરદે વાપસી કરશે. ઉપરાંત એટલીની ફિલ્મ ‘જવાન’માં પણ તે નજરે પડશે.

આ ફિલ્મ બોકસ ઓફિસ પર કેવી કમાલ કરશે એ તો ફિલ્મ રિલીઝ થશે ત્યારે ખબર પડશે પણ હાલ તો એવા આશ્ર્ચર્યજનક સમાચારો આવ્યા છે કે રિલીઝ પહેલા જ ફિલ્મે અધધધ 250 કરોડ રૂપિયા કમાઈ લીધા છે.

જાણવા મળતી વિગત મુજબ ફિલ્મના સેટેલાઈટ અને સ્ટ્રીમીંગ (પ્રસારણ) રાઈટસ વેચાઈ ગયા છે. મીડીયા રિપોર્ટ અનુસાર ટીવી ચેનલ અને ઓટીટી પ્લેટફોર્મે રાઈટસ માટે 250 કરોડ રૂપિયામાં ડીલ કરી છે. જો કે આ બારામાં અધિકૃત રીતે કંઈ નથી કહેવામાં આવ્યું.

જો કે ‘ઝીરો’ બાદ શાહરુખખાન મોટા પરદાથી દૂર છે. જો કે ‘રોકેટ્રી’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં કેમીયો રોલ (મહેમાન કલાકાર)માં જોવા મળ્યો હતો. શાહરુખ સલમાનની આગામી ફિલ્મ ‘ટાઈટર-3’માં પણ કેમીયો રોલમાં જોવા મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement