સમસ્ત મોચી સમાજ દાંડીયા રાસ મહોત્સવ

26 September 2022 03:24 PM
Rajkot Dharmik
  • સમસ્ત મોચી સમાજ દાંડીયા રાસ મહોત્સવ

3000થી વધુ ખેલૈયા રમી શકે તેવું વિશાળ ગ્રાઉન્ડ

રાજકોટ તા.26 : માં ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના રાજકોટ શહેર દ્વારા આયોજીત મોચી સમાજ દાંડીયારાસનું સોનલ ગરબા ગ્રાઉન્ડ, શીતલ પાર્ક ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતે તા.7-10-2022ના ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડમાં 3000થી વધુ ખેલૈયાઓ રમી શકે તેવી ક્ષમતા છે.

પ્રિન્સ-પ્રિન્સેસને ઈનામોથી નવાજવામાં આવશે. સમાજની એકતા માટે સૌ પ્રથમ આયોજકો માતાજીની મહાઆરતી કરી આરાધના કરશે. સાથે રાષ્ટ્રપતિના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ પ્રાપ્ત કરનાર સમસ્ત મોચી સમાજનું ગૌરવ એવા ઉમેશભાઈ વાળાનું જ્ઞાતિજનો તથા અગ્રણી સન્માન કરશે. જ્ઞાતિજનો માટે દાંડીયારાસના પાસ સ્થળ પરથી મળી રહેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement