હજારો ભકતોની આસ્થાનું ધામ આશાપુરા મંદિરે નવરાત્રી પ્રારંભ થતા લોકોની ભીડ

26 September 2022 03:28 PM
Rajkot Dharmik
  • હજારો ભકતોની આસ્થાનું ધામ આશાપુરા મંદિરે નવરાત્રી પ્રારંભ થતા લોકોની ભીડ
  • હજારો ભકતોની આસ્થાનું ધામ આશાપુરા મંદિરે નવરાત્રી પ્રારંભ થતા લોકોની ભીડ
  • હજારો ભકતોની આસ્થાનું ધામ આશાપુરા મંદિરે નવરાત્રી પ્રારંભ થતા લોકોની ભીડ

રાજાશાહીના સમયનું માઁ આશાપુરા મંદિર હજારો ભકતોનું આસ્થાનું ધામ છે. આજથી માઁ ભગવતીની આરાધનાનું મહાપર્વનો પ્રારંભ થયો છે. રાજકોટના માઇ મંદિર, કાલી મંદિર, અન્નપૂર્ણા મંદિર, શીતળા માતા મંદિર સહિત જયાં જયાં માતાજીની સ્થાપના કરાઇ છે ત્યાં આજથી માઇભકતો દ્વારા પૂજન, અર્ચન, ભકિત શરૂ થઇ છે. રાજકોટના પેલેસ રોડ પર આવેલ આશાપુરા માતાજીના મંદિરે આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થતાં

આજે વહેલી સવારથી ભકતોની ભીડ જોવા મળી રહી છે. નવ દિવસ આશાપુરા માતાજીના દર્શન-વંદન અને ભકિત કરવા માટે ભકતોની કતાર લાગશે.ઉપરોકત તસ્વીરોમાં પ્રથમ માઁ આશાપુરાનું મંદિર, બીજી તસ્વીરમાં આશાપુરા માતાજીના દર્શનાર્થે ઉમટી પડેલા ભકતોની કતાર, ત્રીજી તસ્વીરમાં દર્શનની પ્રતિક્ષા કરતાં ભાવિકો, ચોથી તસ્વીરમાં રોશનીથી સુશોભિત આશાપુરા માતાજીનું મંદિર તથા ઇન્સેટમાં જગત જનની માતા આશાપુરા દ્રષ્ટિગોચર થાય છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)


Related News

Advertisement
Advertisement
Advertisement