વહેલી સવારથી માતાજીની ચુંદડી, હાર, ગરબો ખરીદવા બજારોમાં ભારે ભીડ

26 September 2022 03:31 PM
Rajkot Dharmik
  • વહેલી સવારથી માતાજીની ચુંદડી, હાર, ગરબો ખરીદવા બજારોમાં ભારે ભીડ
  • વહેલી સવારથી માતાજીની ચુંદડી, હાર, ગરબો ખરીદવા બજારોમાં ભારે ભીડ
  • વહેલી સવારથી માતાજીની ચુંદડી, હાર, ગરબો ખરીદવા બજારોમાં ભારે ભીડ
  • વહેલી સવારથી માતાજીની ચુંદડી, હાર, ગરબો ખરીદવા બજારોમાં ભારે ભીડ

આજથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઇ ગયો છે. ઠેર ઠેર અર્વાચીન અને પ્રાચીન રાસોત્સવનું ભવ્યાતીભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારથી જ ઘરોમાં અને મંડપમાં માતાજીના ગરબાનું સ્થાપન કરવામાં આવી રહયું છે. ગઇકાલે ભાદરવી અમાસના કારણે લોકો માતાજીના ગરબા ખરીદવાનું ટાળતા હોય છે.

આથી આજે વ્હેલી સવારથી બજારમાં ગરબા ખરીદવા મહિલાઓ ઉમટી પડી છે. આજે દરેક ઘરોમાં ગરબાની વિધિવત સ્થાપના થશે. નવ દિવસ સુધી માતાજી અને ગરબાની પુજા થશે. સાથે ભકિતનો માહોલ સર્જાશે. નવરાત્રીની છેલ્લી ઘડીની ખરીદીનો માહોલ પણ બજારમાં જોવા મળી રહયો છે. માતાજીનો ગરબો, તોરણ, હાર, ચુંદડીની ખરીદી થઇ રહી છે.

બે વર્ષ બાદ આ વર્ષ નવરાત્રી ધામધૂમ પૂર્વક ઉજવાય રહી છે. ત્યારે ભકતોમાં પણ ખુબ ઉત્સાહ છે. માતાજીની ભકિતમાં આજથી ભકતો લીન બનશે. આ વર્ષે બજારમાં અનેક વિવિધ પ્રકારના ગરબા આવ્યા છે. માતાજીના મુખવાળા, 27 કાણાવાળા અને નક્ષત્ર ગરબાની ખુબ માંગ રહી છે. આજે સવારથી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે. મહિલાઓ અવનવી ડિઝાઇનના ગરબાઓ ખરીદી રહયા છે.(તસવીર: દેવેન અમરેલીયા)


Related News

Advertisement
Advertisement
Advertisement