વીક એન્ડમાં જ ‘ચીપ ધી રિવેન્જ ઓફ આર્ટિસ્ટ’ની કમાણી ઘટી

26 September 2022 03:36 PM
Entertainment India
  • વીક એન્ડમાં જ ‘ચીપ ધી રિવેન્જ ઓફ આર્ટિસ્ટ’ની કમાણી ઘટી

ત્રીજા દિવસે કલેકશનમાં 25 ટકાનો ઘટાડો

મુંબઈ: બોલીવુડ સ્ટાર સન્ની દેઓલની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ચૂપ રિવેન્જ ઓફ ધી આર્ટિસ્ટ’નું ત્રીજા દિવસે કલેકશન ઘટી ગયું છે. આ ફિલ્મ જયારે રિલીઝ થઈ ત્યારે તા.23મીએ નેશનલ સિનેમા ડે ના કારણે એડવાન્સ બુકીંગમાં ટિકીટના ભાવ 75 રૂપિયા હોવાથી તેનો લાભ ફિલ્મને મળ્યો હતો પછી રાબેતા મુજબ ટિકીટના ભાવ બેફામ થઈ જતા પ્રેક્ષકો ઘટી ગયા છે. પહેલા દિવસે ફિલ્મની લગભગ 3.06 કરોડ રુપિયાની કમાણી હતી, બીજા દિવસે ફિલ્મનો કારોબાર ઘટી ગયો હતો. જ્યારે ત્રીજા દિવસે કલેકશનમાં 25 ટકાનો ઘટાડો થયો હતો.

અગાઉ 12 જેટલી ફલોપ ફિલ્મો આપનાર સન્ની દેઓલ લાંબા સમય બાદ ‘ચૂપ’થી રુપેરી પરદે પાછો ફર્યો છે. ઓછા પ્રમોશન બાદ થિયેટરમાં પહોંચેલી આ ફિલ્મે 75 રુપિયાની ટીકીટના કારણે પહેલા દિવસે મોટી સંખ્યામાં દર્શકો મળેલા સન્નીના ફેન્સને આ ફિલ્મ પસંદ પણ આવી હતી. અત્યાર સુધીમાં આ ફિલ્મે 7.13 કરોડ રુપિયાની કમાણી કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement