ગુલામ નબી આઝાદે પોતાના નવા પક્ષનું નામ જાહેર કર્યું- ડેમોક્રેટીક આઝાદ પાર્ટી

26 September 2022 04:04 PM
India Politics
  • ગુલામ નબી આઝાદે પોતાના નવા પક્ષનું નામ જાહેર કર્યું- ડેમોક્રેટીક આઝાદ પાર્ટી

♦ કોંગ્રેસ સાથે 5 દાયકાના સંબંધ પછી છુટા પડયા બાદ...

♦ મને કોઈ રાજકીય પક્ષ સામે ક્રોધ નથી: આઝાદ

જમ્મુ (જમ્મુ-કાશ્મીર) તા.26
ગત મહિને પાંચ દાયકાથી વધુ લાંબા સમયનો કોંગ્રેસ સાથે સંબંધ સમાપ્ત કર્યા બાદ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આજે જમ્મુમાં પોતાની નવી પાર્ટી ‘ડેમોક્રેટીક આઝાદ પાર્ટી’ની જાહેરાત કરી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીનું નામ અને ધ્વજ જાહેર કરીને ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે પાર્ટીના નામમાં આઝાદનો મતલબ તેના નામ સાથે નથી પરંતુ તેનો મતલબ સ્વતંત્ર સાથે છે. તેમની પાર્ટી આમજન સાથે જોડાયેલી રહેશે.

આ તકે આઝાદે પોતાની પાર્ટીના ધ્વજનું પણ અનાવરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજનીતિમાં કોઈ દુશ્મન નથી હોતો હા, રાજનીક પક્ષોની નીતિઓ સામે મતભેદ હોઈ શકે છે, તેનો અમે વિરોધ કરીએ છીએ.


Related News

Advertisement
Advertisement
Advertisement