ગેહલોત જૂથ પર કોંગ્રેસ ખફા: ધારાસભ્યોની ગેરશિસ્ત સામે પગલા લેવાશે: માકન

26 September 2022 04:08 PM
India Politics
  • ગેહલોત જૂથ પર કોંગ્રેસ ખફા: ધારાસભ્યોની ગેરશિસ્ત સામે પગલા લેવાશે: માકન

રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક સાઠમારી : કોઈ ધારાસભ્ય સાથે મુલાકાત નથી થઈ: આ મામલે સોનિયા ગાંધીને રિપોર્ટ કરશું: માકન

જયપુર (રાજસ્થાન) તા.26 : હાલ રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય ધમાસાણ વચ્ચે ગેહલોત જૂથના ધારાસભ્યોએ રાજીનામુ ધરી દેવા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્યોનું ધારાસભ્ય દળની બેઠકમાં ના આવવું અને અલગ બેઠક કરવી ગેરશિસ્ત છે, તેને લઈને તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

અજય માકને વધુમાં જણાવ્યું હતું કે અમે જઈને આ મામલે સોનિયા ગાંધીને આ મામલે રિપોર્ટ કરશું કે આ ધારાસભ્યો અમારી એક પણ વાત નથી સાંભળતા.માકને વધુમાં જણાવ્યું હતું કે અમને આશા છે કે અમે વાત કરશું અને અમને આશા છે કે સમસ્યાઓ હાલ અમે કાઢશું. માકને જણાવ્યું હતું કે પ્રાથમીક દ્દષ્ટિએ શાંતિ ધારીવાલના ઘરે થયેલી મીટીંગ એક ગેરશિષ્ટ છે. જો કે માકને એ સ્પષ્ટ નહોતું કર્યું કે કેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમે એક પછી એક ધારાસભ્યને મળવા આવ્યા હતા. પરંતુ અમારી કોઈ સાથે વાતચીત નહોતી થઈ.


Related News

Advertisement
Advertisement
Advertisement