કેજરીવાલનું ડિનર પોલિટિકસ: અમદાવાદનાં દલિત પરિવારને જમવા દિલ્હી બોલાવ્યા: ઉષ્માભર્યું સ્વાગત

26 September 2022 04:09 PM
Ahmedabad Gujarat India
  • કેજરીવાલનું ડિનર પોલિટિકસ: અમદાવાદનાં દલિત પરિવારને જમવા દિલ્હી બોલાવ્યા: ઉષ્માભર્યું સ્વાગત

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અરવિંદ કેજરીવાલનાં આંટાફેરા વધી ગયા: દિલ્હી મોડેલને આગળ ધરી ટાર્ગેટ ઓડિયન્સ અભિયાન

નવીદિલ્હી તા.26 : ગુજરાત રાજયમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકિય પક્ષો જનતાનું સમર્થન મેળવવા દાવ-પેચ શરૂ કર્યા છે તેવા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનાં ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે રવિવારે અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ સાથે વાત કરતા હર્ષ સોલંકી નામના વ્યકિતને પોતાના ઘરે જમવા બોલાવી એટલુ જ નહીં તેને જવા આવવા એર ટિકિટ- રોકાવવાની વ્યવસ્થા કરી કેજરીવાલે ડિનર પોલિટિકસ વધુ એક વખત સોશ્યલ મિડીયામાં સક્રિય થયું છે.

ગુજરાતમાં ‘આપ’ના અરવિંદ કેજરીવાલ પોતાની યુનિક સ્ટાઈલથી ભાજપના પેજ પ્રમુખ મોડેલને ટકકર આપી રહ્યા છે અમદાવાદમાં રિક્ષા ચાલક વિક્રમ સંતાણીના ઘરે જમવા ગયા બાદ વધુ એક નવો દાવ ખેલી અમદાવાદ કાતેની જાહેરસભામાં અરવિંદ કેજરીવાલે હર્ષ સોલંકી નામના યુવાનને દિલ્હી પોતાના ઘરે જમવાનું અંમંત્રણ આપી

એટલું જ નહીં હર્ષ સોલંકીના પરિવારને દિલ્હી આવવા-જવા એર ટિકિટની વ્યવસ્થા કરી દિલ્હી બોલાવતા દિલ્હી એરપોર્ટ પર ‘આપ’ના ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ સ્વાગત કર્યું હતું. હર્ષ સોલંકીએ એરપોર્ટ પર મિડિયાને જણાવ્યું હતું કે આ બધુ તેના માટે જાણે ખુલ્લી આંખે સપનુ જોતા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વાલ્મીકી સમાજની પરેશાની આમ આદમી પાર્ટી દુર કરશે.


Related News

Advertisement
Advertisement
Advertisement