ગાંધીનગરમાં ગૃહવિભાગના પટ્ટાવાળાની ગોળી ધરબી હત્યા

26 September 2022 04:31 PM
Gujarat Rajkot
  • ગાંધીનગરમાં ગૃહવિભાગના પટ્ટાવાળાની ગોળી ધરબી હત્યા

ગાંધીનગર,તા.26 : ગાંધીનગરના ગૃહ વિભાગમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા 35 વર્ષના વ્યક્તિનું ગોળીબાર કરી હત્યા કરવામાં આવી છે. જોકે આ ઘટના કયા કારણોસર થઈ તે અંગેની તપાસ તે જ બની છે ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ પાસે રાજ્ય સરકાર હસ્તકના વિવિધ બોર્ડ નિગમની કચેરીઓ આવેલી છે

તેવા હાર્દ સમાં વિસ્તારમાં અંદાજિત કે સવારે 10:00 કલાક ઓફિસ ટાઈમે બનેલી આ ઘટના ગાંધીનગરમાં ચર્ચાસ્પદ રહી છે.ગાંધીનગર બિરસા મુંડા ભવન પાસે આવેલી જમીન વિકાસ નિગમની કચેરી સામે ગાંધીનગરની અડીને આવેલા ઇન્દ્રોડા ગામના મકવાણા કિરણજી વિરાજી ઠાકોર સચિવાલય તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ કિરણજી ઉપર ફાયરિંગ કરી તેમની હત્યા કરી હતી ઉલ્લેખનીય છે કે 35 વર્ષના કિરણજી ઠાકોર ને પત્ની તેમજ બે બાળકો પણ છે ત્યારે ઇન્દ્રોડા ગામના સાવ સામાન્ય પરિવારના યુવકની આ હત્યાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે

તો બીજી તરફ આ ઘટના બાદ સ્થાનિક પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઘટનાને અંજામ આપનારા સક્ષોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ ઉપરાંત આ હત્યાનો પર્દાફાશ કરવા માટે પોલીસે વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા ટેક્નિકલ તપાસ સાથે CCTV ફૂટેજ એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement