મુર્ખ ન બનાવો, બધા જાણે છે, એફ-16નો ઉપયોગ કોની સામે કરાય છે: એસ.જયશંકર

26 September 2022 04:39 PM
India World
  • મુર્ખ ન બનાવો, બધા જાણે છે, એફ-16નો ઉપયોગ કોની સામે કરાય છે: એસ.જયશંકર

વોશિંગ્ટન તા.26
પાકિસ્તાનને એફ-16 લડાયક વિમાનના મેન્ટેનન્સ માટે પાકિસ્તાનને અમેરિકા દ્વારા 45 કરોડ ડોલરની નાણાકીય સહાયને મંજુરી આપવા મુદે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકા પર વાગ્બાણ છોડતા કહ્યું હતું કે મૂર્ખ ન બનાવો, અમને ખબર છે કે એફ-16 લડાયક વિમાનનો કોની સામે ઉપયોગ કરાય છે.

ઉલ્લેખનીય છે કે એસ.જયશંકરે આ વાત ભારતીય અમેરિકી સમુદાય દ્વારા વોશિંગ્ટનમાં યોજીત એક કાર્યક્રમમાં કરી હતી. અમેરિકાએ પાક.ને સહાયને લઈને એવો તર્ક આપ્યો હતો કે પાકિસ્તાનને આતંકવાદનો મુકાબલો કરવા એફ-16 લડાયક વિમાનના મેન્ટેનન્સ માટે પેકેજની મંજુરી આપી છે.

અમેરિકાના તર્કનો જવાબ આપતા જયશંકરે જણાવ્યું હતું કે સૌ જાણે છે કે એફ-16નો કયાં અને કોની સામે ઉપયોગ થાય છે. આપ આવી વાત કરીને કોઈને મૂર્ખ ન બનાવી શકો.


Related News

Advertisement
Advertisement
Advertisement