વિધાનસભા ચૂંટણી 10-12 દિવસ વહેલી થઇ શકે : નવેમ્બર અંત સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થવાની શકયતા : સી.આર.પાટીલ

26 September 2022 04:44 PM
Ahmedabad Gujarat Politics Vidhan Sabha 2022
  • વિધાનસભા ચૂંટણી 10-12 દિવસ વહેલી થઇ શકે : નવેમ્બર  અંત સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થવાની શકયતા : સી.આર.પાટીલ

ગાંધીનગર, તા. 26
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઇ ગયું છે અને ચૂંટણીપંચની ટીમ ગુજરાતમાં છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ ચૂંટણી વિશે મહત્વનું નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે એવું વિધાન કર્યુ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિર્ધારીત સમય કરતા 10 થી 12 દિવસ વહેલી યોજાઇ શકે છે. નવેમ્બર મહિનાના અંત સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ જાય તેવી શકયતા છે. પોતાનો વ્યકિતગત મત રજૂ કરતા તેઓએ કહ્યું કે, નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ જાય તેવું મને લાગે છે.

2012 અને 2017માં ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી યોજાઇ હતી પરંતુ આ વખતે 10-12 દિવસ વહેલી થાય તેવું મને લાગે છે. જોકે મને આવું કોઇએ કહ્યું નથી અને ચૂંટણી જાહેર કરવાની સતા પણ મારી પાસે નથી પરંતુ નવેમ્બરમાં ચૂંટણી થવાનું મારૂ અંગત અનુમાન છે. આણંદમાં અક્ષર પામ વિદ્યામંદિર ખાતે ભાજપના નવા જિલ્લા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે હાજર રહેલા પાટીલે આ વિધાન કર્યુ હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement