દીપોત્સવી પર્વના શુભ મુહૂર્તો

26 September 2022 04:49 PM
Rajkot Dharmik
  • દીપોત્સવી પર્વના શુભ મુહૂર્તો

તા.21મી ઓકટો.ના રમા એકાદશી, વાઘબારસ, તા.22ના ધનતેરસ, તા.23ના કાળી ચૌદશ, તા.24ના સાંજે 5-28 કલાકે દિવાળી બેસે છે: તા.25ના ધોકો હોવાથી તા.26મીના બેસતું વર્ષ

રમા એકાદશી/વાઘ બારસ (બન્ને એક જ દિવસમાં છે).
આસો વદ-11ને શુક્રવાર તા.21-10-2022ના રોજ સાંજે 5-23 કલાક મિનિટ સુધી વાઘબારસ છે. ત્યાર બાદ ધનતેરસ છે. શુભ મુહુર્તો: સાંજે 6-11 કલાક મિનિટથી 7-41 કલાક મિનિટ સુધી લાભ ચોઘડીયુ અને રાત્રીના 9-11 કલાક મિનિટથી 10-41 કલાક મિનિટ સુધી શુભ ચોઘડીયુ છે અને 10-41 કલાક મિનિટથી 21-11 કલાક મિનિટ સુધી અમૃત ચોઘડીયુ છે. માટે આ શુભ મુહુર્તમાં ગાદી બિછાવવી તથા ધનવંતરી પુજન કે ધન પુજા થઈ શકે છે.
કાળીચૌદસ

આસો વદ-13ને રવિવાર તા.23-10-2022ના રોજ છે, સાંજના 6-04 કલાક મિનિટ સુધી ધન તેરસ છે. ત્યારબાદ કાળી ચૌદસ બેસે છે માટે ત્યાર બાદ હનુમાનજીની પુજા- સુરાપુરા દાદાની પુજા નૈવેદ્ય વિગેરે થઈ શકે.
શારદા પુજન-લક્ષ્મી પુજનના શુભ મુહૂર્તો

દિવાળી:-
વિક્રમ સંવત 2078ના આસો વદ-30ને સોમવાર તા.24-10ના સાંજના 5-28 કલાક મિનિટ સુધી કાળી ચૌદસ છે. ત્યાર બાદ અમાવાસ્યાનો પ્રારંભ થાય છે. માટે પ્રદોષકાળ અને નિશિથ કાળ વ્યાપ્નિી અમાવાસ્યા મળતી હોવાથી આ દિવસે- લક્ષ્મીપુજન તથા શારદાપુજન કરવું શાસ્ત્ર શુધ્ધ છે, એટલે તા.24-10ના સોમવારે સવારે 6-11 કલાક મિનિટે વારનો પ્રારંભ થાય છે. તથા શાસ્ત્રોકત નિયમ મુજબ વિચારતા ચોઘડીયા કરતા હોરા વિશેષ મહત્વ ધરાવે છે, છતા દિવસના અને રાત્રીના હોરા તથા ચોઘડિયાના શુભ મુહુર્તો નિચે મુજબ છે, પરંતુ દિવાળી સાંજે 5-28 કલાક મિનિટે બેસતી હોવાથી ત્યાર બાદના મુહુર્તો નિચે મુજબ છે.

ઉપરના મુજબના બધા જ શુભ મુહુર્તોમાં શારદાપુજન- લક્ષ્મીપુજન થઈ શકે છે, તે સિવાય પ્રદોષ કાળ અને નિશિથ કાળમાં પણ પુજન થઈ શકે છે. પ્રદોષ કાળ સાંજના 5-33 કલાક મિનિટથી 7-12 કલાક મિનિટ સુધી છે. તેમજ સાંજના 6-03 કલાક મિનિટથી 6-15 કલાક મિનિટ સુધી વૃષભ સ્થિર લગ્ન તથા કુંભ સ્થિર નવમાંશ છે. તેમજ સાંજના 6-11 કલાક મિનિટથી 7-12 કલાક મિનિટ સુધી ચલ ચોઘડિયુ અને શુક્રની હોરા તથા પ્રદોષ કાળ છે. તથા 6-03 કલાક મિનિટથી તેમાં વૃષભ સ્થિર લગ્ન અને કુંભ સ્તિર નવમાંશ યુકત શુભ મુકહુર્તો છે તથા રાત્રિના 11-21 કલાક મિનિટથી રાત્રિના 12-11 કલાક મિનિટ સુધી લાભ ચોઘડીયુ અને નિશિત કાળ યુકત અમાવસ્થા છે તે પણ ઉત્તમ મુહુર્ત છે, માટે તેમા શારદા પુજન-લક્ષ્મી પુજન થઈ શકે છે.

આમ પ્રદોષકાળ તેમજ નિશિથ કાળ યુકત અમાવાસ્યા હોવાથી તા.24-10-2022ને સોમવારે દિવાળી હોવાથી પુજન કાળ શ્રેષ્ઠ અને શાસ્ત્ર શુધ્ધ છે.ખાસ નોંધ:- પ્રદોષ કાળ સર્વથી શ્રેષ્ઠ છે તેમા ચોઘડિયા કે હોરા જોવાની પણ જરૂર રહેતી નથી. તા.25-10ને મંગળવારે અમાવાસ્યા સુર્યોદય સમયે હોવાથી તથા સાંજે 4-19 કલાક મિનિટ સુધી અમાવાસ્યા છે. માટે પડતર દિવસ (ધોકો) છે માટે નવું વર્ષ નથી.

નૂતન વર્ષ:-
વિક્રમ સંવત 2079ના કાર્તિક સુદ 1ને બુધવાર તા.26-10ના નવું વર્ષ બેસે છે, તથા બપોરે 2-43 કલાક મિનિટ બાદ ભાઈ બીજ હોવાથી ભાઈ બીજ પણ સાથે છે છતા તા.27-10ના ગુરૂવારે બપોરે 2-43 કલાક મિનિટ સુધી ભાઈ બીજ હોવાથી ત્યારે પણ મનાવી શકાય.

લાભ પાંચમ:-
વિક્રમ સંવત 2079 ના કાર્તિક સુદ 4ને શનિવાર તા.29-10ના રોજ લાભ પાંચમ છે, અને સુર્યોદય સમયે ચોથ (4) તીથી છે, તે સવારે 8-14 કલાક મિનિટે લાભ પાંચમ બેસે છે આમ પંચમી ક્ષય તીથી છે તેથી શુભ મુહુર્તો થઈ શકે નહીં છતા લાભ પાંચમ વણજોયુ મુહુર્ત હોવાથી સવારે 8-14 કલાક મિનિટથી 9-11 કલાક મિનિટ સુધી શુભ ચોઘડિયું છે અને બપોરે 12-11 કલાક મિનિટથી 1-41 કલાક મિનિટ સુધી ચલ ચોઘડિયુ છે તથા 1-41 કલાક મિનિટથી 3-11 કલાક મિનિટ સુધી લાભ ચોઘડિયુ છે અને 3-11 કલાક મિનિટથી સાંજે 4-41 કલાક મિનિટ સુધી અમૃત ચોઘડિયુ છે અને સાંજે 6-11 કલાક મિનિટથી 7-14 કલાક મિનિટ સુધી લાભ ચોઘડિયુ છે.
આમ ક્ષય તીથી હોવા છતા લાભ પાંચમ વણ જોયુ મુહુર્ત છે માટે શુભ મુહુર્તો થઈ શકે

અસ્તુ શ્રી
સંકલન:- શાસ્ત્રી ભાવેશભાઈ ભગવતીપ્રસાદ રાવલ
શ્રી ભગવતી જયોતિષ કાર્યાલય, હાથીખાના મેઈન રોડ, પાણીની ટાંકી પાસે, રાજકોટ. (મો.98255 17709)


Related News

Advertisement
Advertisement
Advertisement