આજે આદ્યશક્તિ માતાજીની આરાધના સાથે સોનમ ગરબાનો થશે પ્રારંભ

26 September 2022 04:55 PM
Rajkot Dharmik
  • આજે આદ્યશક્તિ માતાજીની આરાધના સાથે સોનમ ગરબાનો થશે પ્રારંભ

► જૈન વિઝન આયોજિત રાસોત્સવમાં ગરબે રમવા જૈન પરિવારના ભાઈ-બહેનો અને બાળકો તત્પર

રાજકોટ,તા.26 : આજથી માતાજીના નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જૈન વિઝન આયોજિત સોનમ ગરબાનો પણ આજે રાત્રે શાનદાર પ્રારંભ થશે. 150 ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક પાસે આવેલા કેપિટલ પાર્ટી પ્લોટમાં યોજાનારા આ સોનમ ગરબા મહોત્સવની તમામ તૈયારી પૂરી થઇ ગઈ છે અને આજે ઢોલની દાંડી પીટાય એટલે મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને બાળકો ઝૂમી ઉઠશે. આ વખતે આ સોનમ ગરબાને જૈન સમાજ તરફથી અપ્રતિમ આવકાર મળ્યો છે અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ રમવા માટે આતુર છે. જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીએ તમામ ખેલૈયાઓને આજે સમયસર ગ્રાઉન્ડ ઉપર આવી જવા અનુરોધ કર્યો છે.

► ગરબા નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડવા જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીની અપીલ

સોનમ ગરબા નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે પણ નવા નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. સંપૂર્ણપણે બિન વ્યવસાયિક એવા આ સુંદર આયોજનમાં બહેનોને વિનામૂલ્યે સિઝન પાસ આપવામાં આવ્યા છે. 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે જનીશભાઈ અજમેરાની માલિકીના 4 લાખ સ્કવેર ફૂટના વિશાળ ધ કેપિટલ ગ્રાઉન્ડમાં દોઢ લાખ વોટની લાઇન એરે અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, સુંદર લાઇટિંગ વ્યવસ્થા, પારિવારિક બેઠક વ્યવસ્થા, જૈન ફૂડ ઝોન, ચુસ્ત સિક્યુરિટી, સેલ્ફી ઝોન, સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે. જૈન વિઝન દર વર્ષે ખેલૈયાઓ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ કરે છે અને આ વખતે પણ અનેક ઇનામો આપવામાં આવશે. નવરાત્રી દરમિયાન રોજ નવી નવી કોમ્પીટીશન પણ યોજાશે અને એન્ટ્રી ટિકિટ ઉપર લકી ડ્રો પણ થશે. જૈન વિઝન આયોજિત સોનમ ગરબા 2022 નું આ વખતનું મુખ્ય આકર્ષણ યુ-ટ્યુબના સિંગર્સ છે.

► ગરબા કિંગ અતાખાન સહિતના સિંગરો કરશે ધમાલ

આ વખતે ગુજરાતના ગરબા કિંગ અતાખાન, અમદાવાદના ફોક સિંગર વિશાલ પંચાલ, ગરબા અને બોલીવુડ સિંગર રાજકોટના અશ્વિની મહેતા જૈન વિઝનના આંગણે આવ્યા છે. મ્યુઝિક એરેન્જર તરીકે ભાર્ગવ ચાંગેલા અને તેમની ટીમ છે. આર્ટિસ્ટ એરેન્જમેન્ટ તેજસ શીશાંગીયાની છે .સિંગરોએ સોનમ ગરબા માટે ખાસ ગરબા પણ તૈયાર કર્યા છે જે ધૂમ મચાવશે. માત્ર જૈન પરિવારના ભાઈ બહેનો માટે યોજાઇ રહેલા આ સોનમ ગરબા દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બને છે અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ રમવા માટે ઉમટી પડે છે. આ વખતે પણ ખાસ કરીને યુવા ધનમાં જૈન વિઝનના સંગે ગરબા રમવા માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

► 150 ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક પાસે કેપિટલ પાર્ટી પ્લોટમાં મેદાનને સજાવાયું

ગરબાના આ આયોજનની સફળતા માટે ટિમ જૈન વિઝન સમગ્ર ટિમ જહેમત ઉઠાવી રહ્યા છે. જ્યારે કાર્યાલય વ્યવસ્થા જય મહેતા,આશિષ દોશી, સુધીર પટેલ, કેતન વખારિયા, એડવોકેટ હિમાંશુ પારેખ વિશાલ મેહતા, કેતન સંઘવી, દીપ રામાણી હેમુ વખારિયા, શ્રીમતી મનીષાબેન શેઠ શ્રીમતી પાયલ ફુરીયા કૂ. ઋત્વી વોરા, શ્રીમતી મીનાબેન શાહ, શ્રીમતી રીટાબેન પાડલીયા દિપાબેન વોરા સહિતના આગેવાનો સંભાળી રહ્યા છે. મિલનભાઇ કોઠારી નીતિનભાઇ મહેતા જય ખારા, વિભાશ શેઠ, સંજય મહેતા, વિપુલ મહેતા, કેતન દોશી, નિમેષભાઇ મેહતા, કૌશિક મિઠાણી, ભાવિક મહેતા, હિરેન સંઘવી પાર્શવ સંઘવી દિપક વસા.


Related News

Advertisement
Advertisement
Advertisement