શેરબજારમાં કડાકો છતાં હર્ષા એન્જીનીયર્સમાં ઇન્વેસ્ટરોને કમાણી : લીસ્ટીંગના દિવસે જ 47 ટકા નફો

26 September 2022 05:12 PM
Business India
  • શેરબજારમાં કડાકો છતાં હર્ષા એન્જીનીયર્સમાં ઇન્વેસ્ટરોને કમાણી : લીસ્ટીંગના દિવસે જ 47 ટકા નફો

રાજકોટ, તા. 26
શેરબજારમાં મંદીના મોજા વચ્ચે પણ નવી કંપની હર્ષા એન્જીનીયર્સનું ધમાકેધાર લીસ્ટીંગ થયું હતું અને ઇન્વેસ્ટરોને 42 ટકાનું પ્રિમીયમ મળતા રાહત થઇ હતી. હર્ષા એન્જીનીયર્સના ઇસ્યુ વખતે જ ગ્રે માર્કેટમાં ઉંચુ પ્રિમીયમ બોલાતું હતું અને એટલે ઇન્વેસ્ટરોએ મોટી માત્રામાં શેર મેળવવા અરજીઓ કરી હતી.

પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી સેકન્ડરી માર્કેટમાં કડાકાના દૌરના કારણે ફફડાટ ઉભો થયો હતો. આજે હર્ષા એન્જીનીયર્સના શેરનું લીસ્ટીંગ થયું હતું. રૂા.330ના ઓફર ભાવ સામે 486.50 બંધ આવ્યો હતો જે ઓફર ભાવ કરતા 47 ટકા વધુ હતો. ઇન્વેસ્ટરોને સારી કમાણી થતા રાહત થઇ હતી. ગ્રે માર્કેટમાં જ કંપનીના શેરનું પ્રિમીયમ 1પ0 બોલાતું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement