પૂ.ઈન્દુબાઈ મ.તીર્થધામના આંગણે આસો માસની શાશ્વત આયંબીલ ઓળીનું ભકિતસભર આયોજન

26 September 2022 05:32 PM
Rajkot
  • પૂ.ઈન્દુબાઈ મ.તીર્થધામના આંગણે આસો માસની શાશ્વત આયંબીલ ઓળીનું ભકિતસભર આયોજન

સૌરાષ્ટ્રના સિંહણ, તીર્થસ્વરૂપા, વચન સિદ્ધિકા : પૂ.ઈન્દુબાઈ મ.તીર્થધામમાં આગામી તા.1 થી 9 સુધી આયંબીલ ઓળીનું તપભીનું આયોજન: દરરોજ વિવિધ વિષયો પર પ્રવચનો

રાજકોટ,તા.26 : ગૌ: સં.પ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આગામી તા.1/10ના શનીવાર થી તા.9/10 રવિવાર સુધી શાશ્વતી આયંબિલ ઓળીનું તપભીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે 9.30 થી 10.30 વ્યાખ્યાન 10.30 થી 11.30 સમૂહજાપ 11.30 થી 12.00 નવપદ આરાના વિધિ 9.00 થી 11.00 ત્રિરંગી સામાયિક, બપોરે 12.00 થી 1.00 અમૃત આયંબિલ ભોજન તેમજ સાંજે 7 થી 8 પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. રોજ જુદા-જુદા વિષયોપર પૂ.મહાસતીજી પોતાની લાક્ષણીક શૈલીમાં વ્યાખ્યાન ફરમાવશે.

જેમાં આયંબિલતપનોે મહિમા, આયંબિલ તપના ફાયદા, કર્મની હળવાશ, રસ પરિત્યાસ શું છે. શાશ્વતી ઓળીનું મહત્વ શું? વગેરે વિવિધ વિષયો પરવ્યાખ્યાન ફરમાવશે. 12.00 વાગ્યે શુદ્ધ સ્વચ્છ જૈન સિદ્ધાંત મુજબ આયંબિલ ભોજન કરાવવામાં આવશે. જેમને નાલંદા તીર્થધામમાં આખી ઓળી તેમજ છુટક આયંબિલ કરવાના ભાવ હોય તેમણે પોતાના નામ તથા પાસ તા.29-9ના ગુરૂવાર સુધીમાં લખાવી મેળવી લેવાના રહેશે વ્યાખ્યાન સામાયિક જાપ અને તેમજ પાટલે પ્રભાવના આ દરેક આયોજનમાં જુદા-જુદા અનેક દાતાઓ તરફથી બહુમાન કરવામાં આવશે. નાલંદા સંઘમાં આયંબિલની ઓળીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આયંબિલ તપ કરવા અને કરાવવાથી સંસારના પાપ-તાપ સંતાપ અને પરિતાપ દુર થાય છે.

આ અભિનવ આયોજનમાં લાભલેવા, સમગ્ર જૈન સમાજને આમંત્રણ છે જેમણે જીવનમાં એક પણ આયંબિલલની કરી હોય તેવા સાધક પણ પૂ.મહાસતીજીની પાવન ભૂમિની જોરદાર પરમાણું થી તથા તેમના આશિવાર્દથી પ્રત્યાખ્યાન કરી પૂર્ણતાને પામે છે.છુટક આયંબિલ તથા આખી ઓળી કરનાર દરેક સાધકે પ્રત્યાખ્યાન નાલંદા ઉપાશ્રયે લેવાના રહેશે. નાલંદા તીર્થધામની ભૂમિ જ કોઈ અનુપમ છે પૂ.મહાસતીજીની અખંડ સાધનાના પાવરફૂલ વાઈબ્રેશન જેને પણ સ્પર્શ છે. તે સહુને તપ-ત્યાગ-જ્ઞાન ધ્યાનની ભાવના સહજ જાગે છે ઉપાશ્રયમાં ચારે બાજુ આયંબિલ તપ તથા ત્યારનો માહૌલ સર્જાશે. આ પ્રસંગને આખરી ઓપ આપવા માટે ચંદ્રભકતમંડળ શાલિભદ્ર ગ્રુપ, સોનલ સાહેલી મંડળ સતત જહેમત ઉઠાવી રહ્યું છે. તેમ જતડામાર તૈયારીઓ કરી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement