કોઠારીયા કોલોની ગરબી મંડળ દ્વારા 65 વર્ષથી નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન

26 September 2022 05:33 PM
Rajkot
  • કોઠારીયા કોલોની ગરબી મંડળ દ્વારા 65 વર્ષથી નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન

આવ્યા માઁના નોરતા : જય ભવાની, જય અંબેનો દિવ્ય નાદ ગુંજશે

રાજકોટ તા.26
કોઠારીયા કોલોની ગરબી મંડળ દ્વારા છેલ્લા 65 વર્ષથી પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. માં જગદંબાની ઉપાસનાનું પર્વ નવરાત્રી છે. ગરબો તે અખીલ બ્રહ્માંડનું પ્રતિક છે. માં જગદંબાની આરાધના પર્વનો આજથી પ્રારંભ થશે. શાસ્ત્રોકત વિધિ સાથે ગરબી ચોક ખાતે માતાજીનું સ્થાપન કરવામાં આવશે. ગરબી મંડળમાં નાની-મોટી બાળાઓના પ્રાચીન રાસો રજુ કરવામાં આવે છે.

ગરબી મંડળમાં બાલકોના રસો રજુ કરાશે. ગરબી મંડળના મુખ્ય રાસો જેમાં દાંડીયા રાસ, ચોકડી રાસ, મંજીરા રાસ, કોપણી રાસ, કરતાલ રાસ, બાદશાહ રાસ, શાસ્ત્રીય નૃત્ય, ડબલ ઉલારીયો, શિવ લહેરી રાસ, હુડો, છંદ, ટીપ્પણી રાસ, મીકસ દાંડીયા રાસ, મોર બની થનગાટ રાસ, મોગલમાંનો રાસ સહિતના અવનવા રાસો, ગરબી મંડળમાં રજુ કરવામાં આવશે. માં આદ્ય શકિતમાં અંબાની કૃપા છે જે સ્વયં શકિત છે. જેના મંડપમાં પગ મુકતા જે શરીરે શકિત્નો સંચાર આપમેળે થઈ આવે છે. દરરોજ રાત્રે માં જગદંબાની મહા આરતી, સ્તુતિ કરાશે. નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત રમવાથી અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કોઠારીયા કોલોની ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા પ્રમુખ અનોપસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા,

વિક્રમસિંહ જાડેજા (શિવ ઉપાસક), પ્રવીણ મામા, અશોકભાઈ ચૌહાણ, પ્રવિણસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, સીધ્ધરાજસિંહ પી. જાડેજા, વિશાલભાઈ ચૌહાણ, જયભાઈ આસોકીયા, શનિ જાદવ, શકિતસિંહ ગોહિલ, કરીમખાન, સબીરભાઈ સવાણ, હેમલ ચૌહાણ, કલ્પેશભાઈ ઠાકર, હિતેષભાઈ સોલંકી, ઈન્દ્રજીતસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જાડેજા, રશ્વીનભાઈ જાદવ, જયેન્દ્રસિંહ જાડેજા, હિતેષભાઈ મીસ્ત્રી, અશરફભાઈ, ઈશ્વરભાઈ, મુકેશભાઈ, મનોજ મકવાણા, રાજુભાઈ પારેખ, પાર્થ વાળા, નીમેષભાઈ પરમાર, દેવેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા, યોગરાજસિંહ ઝાલા, ધર્મદીપ પરમાર, રૂષીરાજસિંહ જાડેજા, મુન્નાભાઈ, મનોજભાઈ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement