જૂથબંધી છોડી વકીલો બધા એક થઈ જાવ : ભાજપ સમર્થિત ધારાશાસ્ત્રીઓને રામભાઈ મોકરીયાની અપીલ

26 September 2022 05:35 PM
Rajkot
  • જૂથબંધી છોડી વકીલો બધા એક થઈ જાવ : ભાજપ સમર્થિત ધારાશાસ્ત્રીઓને રામભાઈ મોકરીયાની અપીલ

બાર એસો.ની ચૂંટણી પૂર્વેથી વકીલોમાં બે જૂથ પડી ગયા હોય, આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ડેમેજ ક્ધટ્રોલ કરવા કવાયત : રેવન્યુ બારના એક કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મોકરીયાએ નિવેદન આપ્યું

રાજકોટ, તા.26
કોરોનાકાળ બાદ પ્રથમ વખત રાજકોટ રેવન્યુ બાર એસો.નું ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપ આગેવાનો અને કલેકટર પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે 800 જેટલા વકીલોની હાજરી પણ જોવા મળી હતી. આ તકે હાજર રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ અતિ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ભાજપના સમર્થીત વકીલોને અપીલ કરી હતી કે, જૂથબંધી છોડી વકીલો બધા એક થઈ જાવ. નોંધનીય છે કે, રાજકોટ બાર એસો.ની ચૂંટણી પૂર્વેથી વકીલોમાં બે જૂથ પડી ગયા હોય, આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ડેમેજ કન્ટ્રોલ કરવા કવાયત થઈ રહી હોય તેવું ચિત્ર ઉપસ્થિત થયું હતું.

રાજકોટ બારણી ચૂંટણી ભાજપના જ બે વકીલો જૂથો વચ્ચે લડાઈ હતી જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલની આગેવાની વાળી સમરસ પેનલનો પરાજય થયેલો જ્યારે અર્જુનભાઈ પટેલને પ્રમુખ દાવેદારી આપનાર જીનિયસ પેનલનો વિજય થયેલો. ત્યારથી આ બે જૂથ પડતા ચર્ચાસ્પદ વિવાદો રહ્યા છે. ચૂંટણીમાં વકીલોનો મોટો રોલ હોય છે. લીગલ સેલની કાયમી જરૂરિયાત રહેતી હોય છે તેવા સમયે ચૂંટણી નજીક હોવાથી વકીલો વચ્ચેના ફાંટા પાર્ટીને ન નડે તે માટે કવાયત થઈ રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. પોતાના પ્રવચન દરમિયાન રામભાઈ મોકરીયાએ જણાવેલ કે, તેઓ બન્ને જૂથના કાર્યક્રમમાં જઈ આ નિવેદન આપશે. રેવન્યુ બારના કાર્યક્રમ દરમિયાન પોતાની સ્પીચમાં રામભાઈએ છએક વખત વકીલોને એક થઈ જવાની અપીલનું કથન દોહરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, મેયર ડો.પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી યાર્ડ ચેરમેન જયેશભાઈ બોઘરા, યુવા મોરચાના પ્રમુખ કિશનભાઈ ટીલવા, લીગલ સેલ પ્રદેશ કારોબારી સભ્ય હિતેષભાઈ દવે, રાજકોટ લીગલ સેલ કન્વીનર અંશ ભારદ્વાજ સહકન્વીનર સી.એચ.પટેલ.રાજકોટ બિલ્ડર એસોના પ્રમુખ પરેશભાઈ ગજેરા, રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, લોધિકા મામલતદાર જે.એસ.વસોયા, સનીયર જુનીયર એડવોકેટ અનીલભાઈ ગજેરા, પી.એચ.પનારા, ભાસ્કરભાઈ જસાણી, કેતનભાઈ જેઠવા, પ્રશાંત જોષી, બહાદુરસિંહ જાડેજા, રાજેશ પરસાણા, મનસુખ નાથાણી, દિલીપ કંડોલીયા, સબીર બાવાણી, સન્યાબેન રાઠોડ, પન્નાબેન ભુત, મુનીરા સૈયદ, વીણાબેન કોરાટ, તથા સરકારી વકીલ દિલીપ મહેતા, અતુલ જોષી, મુકેશ પીપળીયા, પ્રશાંત પટેલ, પરાગ શાહ, અનીલ ગોગીયા, તથા પ્રશાંત લાઠીગા નંદકીશોર પાનોલા અનીલ ડોબરીયા, વિજય રૈયાણીનો હાજરી રહી હતી. કાર્યક્રમના અંતે જે વ્યકિતઓ અનંતનો માટે નીકળ્યા એમને સાચા અર્થની રહ્યાં જલિની સાથે બે મિનિટ મોન પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એડવોકેટશ્રીઓ પંકજ દોંગા, આનંદ પરમાર, કેતન મંડ, રાજેશ નસીત, વિમલ ડાંગર, અનીલ કાકડીયા, નરેશ પરસાણા, નીખીલ ઝાલાવાડીયા, જય વસોયા, વિજય રામાણી, શ્યામ પરમાર, કેતન જેઠવા, રીતેષ ટોપીયા, પી.એચ.પનારા, પિયુષ સખીયા રીધમ લાડવા, રેવન્યુ બાર એસો.ના પ્રમુખ રમેશભાઈ કથીરીયા, ઉપપ્રમુખ આનંદ જોષી, નિલેશ પટેલ, ગીરીરાજસિંહ જાડેજા, સેકેટરી વિજય તોગડીયા, જોઈન્ટ સેકેટરી પંકજ દોંગા તથા આનંદ પરમાર, ટ્રેઝરર વિરેન વ્યાસ, સંગઠન મંત્રી રજનીકાંત ગજેરા, સહ સંગઠન મંત્રી ધર્મેશ સખીયા તથા કેતન મંડ, પ્રેસ મીડિયા ઈન્ચાર્જ જયભારત ધામેચા, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ વિમલ ડાંગર કમિટી મેમ્બર નરેશ પરસાણા, પિયુષ સખીયા, અનીલ કાકડીયા, વિજય રામાણી, રીતેષ ટોપીયા, રીધમ ઝાલાવાડીયા, હેમાંશુ શીશાગીયા, દીપક લાડવા, તથા મહિલા કમિટી મેમ્બર નીશાબેન લુણાગરીયા, હીરલબેન જોષી, રશ્મિબેન સાપરીયા, માહીનીબેન ચાવડા, લક્ષ્મીબેન વાઢેર, ધારાબેન મુલશાએ જહેમત ઉઠાવી હતી રાજકોટ રેવન્યુ બાર એસોની સ્થાપનાનં કારણ તથા રેવન્યુ બારની કામગીરી વિશે માહિતીગાર રક્ષીતભાઈ રૈયાણીએ કરેલ સ્વાગત પ્રવચન પ્રમુખ આર.ટી.કથિરીયાઓ કરેલ તથા આભારવિધી લુણાગરિયાએ કરેલ અને સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ હાર્દિકભાઈ સોરઠીયાએ કર્યું હતું.

જયેશ બોઘરાએ કહ્યું, પહેલા વકીલોમાં ફાંટા નહોતા, રામભાઈએ સવાલ કર્યો - શું અમે આવ્યા પછી જ આવું થયું? : કાર્યક્રમમાં ભારે રમૂજ ફેલાઈ
એક રીતે પારિવારિક વાતાવરણ વચ્ચે વકીલોનો આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રામભાઈ મોકરિયાએ વકીલોને એક થવા અપીલ કરી, ત્યારે જ એડવોકેટ અને યાર્ડ ચેરમેન જયેશભાઈ બોધરાએ કહ્યું કે, છેલ્લા બે વર્ષથી જ આ પ્રમાણે વકીલોના જૂથ થયા , પહેલા આવું નહોતું. જેની પ્રતિક્રિયામાં રામભાઈ તુરંત સવાલ કરી ઉઠ્યા હતા કે તો શું અમે આવ્યા પછી આવું થયું? જોકે બોધરાએ વાત વાળી કહ્યું હતું કે ના તમે આવ્યા પછી નહીં કોરોના આવ્યો પછીથી આવું થયું છે. આ વાતને લઈ કાર્યક્રમમાં ભારે રમૂજ થઈ હતી અને સૌ ખળખળાટ હસી પડ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement