પંચવટી સોસાયટીમાં લોખંડના વેપારીએ ગળેફાંસો લગાવી મોતને વ્હાલું કર્યું

26 September 2022 05:38 PM
Rajkot
  • પંચવટી સોસાયટીમાં લોખંડના વેપારીએ ગળેફાંસો લગાવી મોતને વ્હાલું કર્યું

શ્રીરામ એલોઈ સ્ટીલના માલિક કાંતિભાઈએ પોતાના ઘરે અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લીધું: પરિવારમાં કલ્પાંત: પોલીસ દોડી ગઈ

રાજકોટ.તા.26
પંચવટી સોસાયટીમાં લોખંડના વેપારી કાંતિભાઈ સત્તાણી નામના વૃદ્ધે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, અમીનમાર્ગ પર આવેલ પંચવટી સોસાયટી 10 માં રહેતાં કાંતિભાઈ મોહનભાઇ સંતાણી (ઉ.વ.65) ગત સાંજે સાત વાગ્યે પોતાના ઘરે રૂમમાં બારીની ગ્રીલમાં ચૂંદડી વડે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બાદમાં તેના પુત્રવધુ જમવા માટે બોલાવા ગયાં ત્યારે રૂમમાં કાંતિભાઈ લટકતી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો અને પરિવારને જાણ કરતાં મૃતકના પુત્રો દોડી આવ્યા હતાં અને મૃતદેહને નીચે ઉતારી 108 ને જાણ કરતાં ઈએમટીએ તપાસીને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં માલવીયનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.

વધુમાં મૃતક કાંતિભાઈ શ્રીરામ એલોઇ સ્ટીલ નામની પેઢી ધરાવે છે, અને લોખંડનો વેપાર કરે છે. સંતાનમાં બે પુત્રો છે જે બંને બહાર કામે ગયાં બાદ પગલું ભરી લીધું હતું.અને આપઘાતના કારણથી પરિવાર પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement