શાપરમાંથી છ ચોરાઉ મોબાઈલ સાથે બિહારી શખ્સ ઝડપાયો

26 September 2022 05:40 PM
Rajkot
  • શાપરમાંથી છ ચોરાઉ મોબાઈલ સાથે બિહારી શખ્સ ઝડપાયો

દુકાનમાં મોબાઈલ વેંચે તે પહેલાં પોલીસે પ્રિતેષને દબોચી રૂ.14500 નો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ.તા.26
શાપરના પારડીમાં દુકાને ચોરીના મોબાઈલ વેંચવા આવેલા બિહારી શખ્સને પોલીસે ચોરાઉ છ મોબાઈલ સાથે પકડી રૂ.14500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, શાપર પોલીસ મથકના પીએસઆઇ એસ.જે.રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ડાભી અને કોન્સ્ટેબલ કૃપાલભાઇને મળેલ ચોક્કસ બાતમીના આધારે પારડીમાં આવેલ મોબાઇલની દુકાને મોબાઈલ વેંચવા આવેલા પ્રીતેષ ભુપેન્દ્ર પ્રસાદ (ઉ.વ.20)(રહે. કોઠારીયા સોલ્વન્ટ, 25 વારીયા,શેરી નં.25) પાસેથી મોબાઈલના બિલ માંગતા આનાકાની કરવા લાગ્યો હતો. જેની ઉલટ તપાસ કરતાં તેની પાસે રહેલા છ મોબાઈલ ફોન ચોરીના હોવાનું કબુલ્યું હતું. પોલીસે મોબાઇલ ફોન 2 રૂ.14500 ના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી વધુ મોબાઈલ ચોરીના ભેદ ખોલવા પૂછપરછ હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement