રીક્ષાભાડાની માથાકૂટમાં મોબાઈલની ચીલઝડપ થયાના ગુનામાં આરોપી ભરતદાન જામીન મુક્ત

26 September 2022 05:42 PM
Rajkot
  • રીક્ષાભાડાની માથાકૂટમાં મોબાઈલની ચીલઝડપ થયાના ગુનામાં આરોપી ભરતદાન જામીન મુક્ત

રાજકોટ : દૂધસાગર રોડ, ગુજરાત હા. બોર્ડ સામે રહેતા રીક્ષા ચાલક બરકતભાઇ મહંમદભાઇ પરમાર રીક્ષા લઇને ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉભા હતા ત્યારે એક શખ્સ આવેલ અને નવાગામ ટ્રાન્સપોર્ટ જવાનું કહેલ, રૂ.100 ભાડું નક્કી કર્યું હતું અને જોકે આ શખ્સે રસ્તામાં રીક્ષા ઉભી રખાવી ઉતરી ગયેલ, ભાડુ માંગતા ભાડું આપવાની ના કહીં બરકતભાઈનો મોબાઈલ ફોન જોટ મારી ભાગી ગયેલ.

જેથી બરક્તભાઈના નાનાં ભાઈ જમાલભાઈએ મોબાઇલ ઉપર વિડીયો કોલ કરેલો અને સામે આ વિડિયો કોલ રિસીવ થતાં સ્ક્રીન શોટ પાડી લીધેલ હતો. જેથી આ શખ્સની ઓળખ ભરતદાન ભીમદાન દેથા તરીકે થઈ હતી અને પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ચાર્જશીટ થયા બાદ આરોપી દ્વારા પોતાના એડવોકેટ મારફત જામીન મુક્ત થવા માટે રાજકોટ સેસન્સ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી.

જે જામીન અરજી ચાલી જતા આરોપીના વકીલે કરેલી દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમા રાખી કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રણજીત એમ. પટગીર, સાહીસ્તા એસ. ખોખર, મીતેશ એચ. ચાનપુરા, અને પ્રહલાદસિંહ બી. ઝાલા રોકાયેલા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement