આસામના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સામે FIR : રાત્રે જંગલ સફારી કર્યાનો આરોપ

26 September 2022 05:44 PM
India
  • આસામના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સામે FIR  : રાત્રે જંગલ સફારી કર્યાનો આરોપ

ગુવાહાટી, તા. 26
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા, સદગુરૂ જગદીશ જગ્ગી વાસુદેવ તથા પ્રવાસન મંત્રી જયંત મલ્લાબરૂવા સામે વન્ય જીવ સંરક્ષણ કાયદાના ભંગ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવતા તિવ્ર રાજકીય પ્રત્યાઘાતો પડયા છે. રાજયના ગોલાઘાટા જિલ્લાના લોકોએ રાત્રી દરમ્યાન અંધારમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં જીપ સફારી કરી હોવાનો મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સામે ફરિયાદ દાખલ કરાવી છે અને તેના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલો જંગલ વિસ્તારનો છે. એટલે વન વિભાગ પાસેથી રીપોર્ટ માંગવામાં આવ્યો છે. પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી સુત્રોએ એમ કહ્યું કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ સત્તાવાર હતો અને કયારેક તેમાં મોડુ થઇ જતુ હોય છે એટલે કાયદાનું ઉલ્લંઘન ગણી ન શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં સાંજના સમય બાદ હેડલાઇટ સાથે જીપ સફારી કરવી તે વન્ય જીવ સંરક્ષણ કાયદા 1972નું ઉલ્લંઘન થાય છે. ફરિયાદી દ્વારા મુખ્યમંત્રી સહિત ત્રણેય મહાનુભાવોની તાત્કાલીક ધરપકડની માંગ કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement