આફ્રિકા શ્રેણી પહેલાં જ ટીમ ઈન્ડિયાને ‘ડબલ ઝટકો’: હાર્દિક-હુડ્ડા બહાર, શાહબાઝ-અય્યર અંદર

27 September 2022 09:35 AM
India Sports World
  • આફ્રિકા શ્રેણી પહેલાં જ ટીમ ઈન્ડિયાને ‘ડબલ ઝટકો’: હાર્દિક-હુડ્ડા બહાર, શાહબાઝ-અય્યર અંદર

મોહમ્મદ શમી પણ કોરોનામાંથી સાજો નહીં થઈ શકવાને લીધે રમી નહીં શકે: હુડ્ડાને પીઠની ઈજા નડી ગઈ, હાર્દિકના બહાર થવાનું કારણ જાહેર ન કરાયું

નવીદિલ્હી, તા.27
સાઉથ આફ્રિકા વિરુદ્ધ આવતીકાલથી શરૂ થઈ રહેલી ટી-20 શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયામાં બે મોટા ફેરફાર થયા છે. હાર્દિક પંડ્યા અને દીપક હુડ્ડાની જગ્યાએ ડાબા હાથના સ્પીન ઑલરાઉન્ડર શાહબાઝ અહમદ અને બેટર શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોરોનાથી સાજો નહીં થઈ શકેલા મોહમ્મદ શમી પણ શ્રેણીમાંથી બહાર થઈ જવા પામ્યો છે. ઑલરાઉન્ડર દીપક હુડ્ડાને પીઠમાં ઈજા થયાનું જાહેર કરવામાં આવ્યું છે.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શમી કોવિડથી હજુ સાજો થઈ શક્યો નથી અને તેને વધુ સમયની જરૂર છે એટલા માટે તે દક્ષિણ આફ્રિકા શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઉમેશ યાદવ આ શ્રેણીમાં યથાવત રહેશે. જો કે પંડ્યાની જગ્યાએ શાહબાઝને શા માટે પસંદ કરવામાં આવ્યો તે અંગે સૂત્રો એવું જણાવી રહ્યા છે કે શું કોઈ બોલિંગ ઑલરાઉન્ડર છે કે જે હાર્દિકની જગ્યા લઈ શકે છે ?

રાજ બાવા છે પરંતુ તે હજુ કાચો પડી રહ્યો છે એલા માટે તેને થોડો સમય આપવો પડે છે. અત્યારે હાર્દિકની જગ્યાએ અન્ય કોઈ ખેલાડી નહીં હોવાથી શાહબાઝને લેવામાં આવ્યો છે. દરમિયાન હનુમા વિહારી સૌરાષ્ટ્ર વિરુદ્ધ ઈરાની કપમાં રેસ્ટ ઑફ ઈન્ડિયા ટીમનું નેતૃત્વ કરશે.

ઑસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ વિશ્વ કપની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આફ્રિકા સામે ત્રણ ટી-20 મેચની શ્રેણી રમશે. આવતીકાલે ત્રિવેન્દ્રમમાં બન્ને વચ્ચે મુકાબલો થયા બાદ એક ઑક્ટોબરે ગૌહાટી અને ત્રણ ઑક્ટોબરે ઈન્દોરમાં મેચ રમાશે. ટી-20 શ્રેણી બાદ ત્રણ વન-ડે મુકાબલા રમાશે જેની પહેલી મેચ છ ઑક્ટોબરે રાંચી, બીજી નવ ઑક્ટોબરે લખનૌ અને ત્રીજી 11 ઑક્ટોબરે દિલ્હીમાં રમાશે.

ફેરફાર બાદની ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, શાહબાઝ અહમદ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ

આફ્રિકી ઑલરાઉન્ડર કેશવ મહારાજે ધોતી પહેરી મંદિરમાં ટેકવ્યું માથું
દેશભરમાં નવરાત્રીની ધામેધૂમે ઉજવણી થઈ રહી છે. નવ દિવસ સુધી મા શક્તિનું પર્વ ઉજવાશે ત્યારે ભક્તો ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે. દરમિયાન સાુથ આફ્રિકી ખેલાડીએ પણ નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરમાં જઈને દર્શન કર્યા હતા.
The South African Player, Who Has Deep Faith In Hinduism, Directly Reached  The Temple Wearing A Dhoti | Hits Times
આફ્રિકાના સ્ટાર ઑલરાઉન્ડર કેશવ મહારાજ ધોતી પહેરીને તિરુવનંતપુરમ પદ્મનાભસ્વામી મંદિરમાં પૂજન-અર્ચન કરવા પહોંચ્યો હતો. આ ખાસ ક્ષણની તસવીર તેણે શેયર પણ કરી છે. કેપ્શનમાં તેણે તમામને નવરાત્રીની શુભકામના પાઠવતાં ‘જય માતા દી’ પણ લખ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement