મંદિરની વહીવટી કમીટીઓ રાજનીતિક જાગીર ન બનવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

27 September 2022 09:45 AM
India
  • મંદિરની વહીવટી કમીટીઓ રાજનીતિક જાગીર ન બનવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

♦ મંદિરોના મેનેજમેન્ટને રાજનીતિ-પાર્ટીલાઈનથી અલગ રાખવા જોઈએ

♦ શિરડીના સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટની મેનેજમેન્ટ કમીટી મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં મહત્વપૂર્ણ ટિપ્પણી

નવી દિલ્હી તા.27
સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટિપ્પણી કરી હતી કે, મંદિરોની વ્યવસ્થાપક સમીતીઓ રાજનીતિક જાગીર ન હોઈ શકે. મંદિરના મેનેજમેન્ટને રાજનીતિ અને પાર્ટીલાઈનથી અલગ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કોઈપણ સતારૂઢ દળ દ્વારા પોતાના ધારાસભ્યો અને પાર્ટી કાર્યકર્તાઓને ધાર્મિક ટ્રસ્ટોની વ્યવસ્થાપક સમિતિઓમાં સામેલ કરવાની પ્રથાનો અસ્વીકાર કર્યો હતો.

જસ્ટીસ અજય રસ્તોગી અને જસ્ટીસ સીટી રવિકુમારની પીઠે શિરડીના સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થા સમીતી સાથે જોડાયેલા મામલાની સુનાવણીમાં આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે જયારે રાજનીતિક દળોએ પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને ભકતોના હિતમાં પુજાસ્થળોના વહીવટને મજબૂત કરવા માટે કામ કરવું જોઈએ.

સુપ્રીમે સવાલ ઉઠાવ્યો હતો કે રાજનેતાઓ કેટલાક મંદિરોને લઈને આટલા સક્રિય કેમ થઈ જાય છે અને મંદિરના મેનેજમેન્ટને પોતાના હાથમાં લેવા માંગે છે.

જે પણ મેનેજમેન્ટ આપે છે તે વિભિન્ન કારણે પોતાના લોકોને તેમાં સામેલ કરે છે. પીઠે જણાવ્યું હતું કે સાંઈબાબા ટ્રસ્ટની વ્યવસ્થાપન સમિતિ, જેમાં બોમ્બે હાઈકોર્ટે 13 સપ્ટેમ્બરે એક આદેશથી ખતમ કરી દીધી હતી, જેમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના સભ્યો સામેલ હતા. મહારાષ્ટ્ર સરકાર તરફથી હજુ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ પીઠ સાથે સહમતી દર્શાવી હતી કે ધાર્મિક સ્થળોની વ્યવસ્થા સમિતિઓ રાજનીતિક જાગીર ન બની શકે.

મહારાષ્ટ્રમાં સતા પરિવર્તન આવ્યા તરફ અંગુલી નિર્દેશ કરતા પીઠે એ વાત પર જોર આપ્યુ હતું કે તેનો પ્રયાસ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવાનો હોવો જોઈએ જેથી સાર્વજનિક ટ્રસ્ટ કે જે પૂજા સ્થળો પર વ્યવસ્થા કરે છે, તે રાજનેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓ માટે અભ્યારણ્ય ન બની જાય.


Related News

Advertisement
Advertisement
Advertisement