બેન્કના કામ હોય તો આટોપી લેજો: ઓકટોબરમાં ઢગલાબંધ રજાઓ

27 September 2022 10:17 AM
India
  • બેન્કના કામ હોય તો આટોપી લેજો: ઓકટોબરમાં ઢગલાબંધ રજાઓ

ઓકટોબરમાં તહેવારોની સીઝનને કારણે રજાઓ: જો કે ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે

નવી દિલ્હી તા.27
બેન્કના કામકાજ બાકી છે? તો પુરા કરી લેજો. કારણ કે આગામી ઓકટોબર મહિનામાં બેન્કોમાં ઢગલાબંધ એટલે કે 21 જેટલી રજાઓ આવી રહી છે, બેન્ક શાખાઓ બંધ રહેવાને કારણે બેન્કોનું કામ ઓનલાઈન સેવાથી ચલાવી લેવું પડશે.

નવરાત્રીના આરંભ સાથે જ દેશમાં ફેસ્ટીવલ સીઝન શરૂ થઈ ગઈ છે. ઓકટોબર મહિના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઓકટોબર મહિનામાં તહેવારોને લઈને દેશભરમાં બેન્ક હોલી ડે નું લિસ્ટ કરીએ તો દેશમાં ઓકટોબર મહિનામાં કુલ 21 દિવસ બેન્ક બંધ રહેશે જેમાં કેટલીક રજા તો પુરા દેશમાં લાગુ પડશે જયારે કેટલીક રજા કોઈ રાજય વિશેષમાં જ લાગુ પડશે.

આરબીઆઈની ઓકટોબરની રજાઓની યાદી અનુસાર આ મહિના દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, ઈદ અને ગાંધી જયંતિની રજાઓ રહેશે. આ સિવાય બીજો અને ચોથો શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજા પણ સામેલ છે.

ઓકટોબર મહિનામાં ઢગલાબંધ રજાઓના કારણે ગ્રાહકોએ મોટેભાગે ઓનલાઈન સેવાઓ પર નિર્ભર રહેવું પડશે.ઓકટોબરમાં રજાઓના કારણે લોકોના કામકાજને પણ અસર થશે પણ ઓનલાઈન સેવાઓના કારણે ગ્રાહકોને થોડી ઘણી રાહત મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement