ઈંગ્લેન્ડના સૂપડા સાફ કર્યા બાદ ભારતીય ક્રિકેટર સાથે લંડનની હોટેલમાં લૂંટફાટ !

27 September 2022 10:19 AM
India Sports World
  • ઈંગ્લેન્ડના સૂપડા સાફ કર્યા બાદ ભારતીય ક્રિકેટર સાથે લંડનની હોટેલમાં લૂંટફાટ !

વિમેન્સ ક્રિકેટર તાનિયા ભાટિયાના રૂમમાં ઘૂસી જઈ રોકડ, ઘડિયાળ, ઘરેણા સહિતની લૂંટ ચલાવાતાં ખળભળાટ

નવીદિલ્હી, તા.27
ભારતની વિકેટકિપર-બેટર તાનિયા ભાટિયાએ સોશ્યલ મીડિયા પર સનસનીખેજ દાવો કરતાં કહ્યું કે મેરિયેટ હોટેલ લંડન મૈડા વેલેમાં રહેવા દરમિયાન તેની સાથે લૂંટફાટ કરવામાં આવી છે. ભાટિયાએ ટવીટર પર લખ્યું કે તે અત્યંત નિરાશ છે. તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભ્ય હોવાને નાતે મૈડા હોટેલમાં રોકાઈ હતી. આ દરમિયાન કોઈ મારા રૂમમાં ઘૂસી ગયું અને રોકડ, કાર્ડ, ઘડિયાળ, ઘરેણા ભરેલી બેગ ચોરીને લઈ ગયું હતું. અહીં આટલી અસુરક્ષા હશે તેનો મને ખ્યાલ નહોતો.

તેણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ને ટેગ કરતાં લખ્યું કે આ મામલાની ઝડપથી તપાસ કરાવવામાં આવે અને આવું કરનારને તુરંત પકડવામાં આવે. ઈસીબીની પસંદગીની હોટેલમાં સુરક્ષાને લઈને દાખવવામાં આવેલી લાપરવાહી આશ્ર્ચર્યચકિત કરનારી છે. આશા છે કે તેઓ મામલાને ધ્યાન પર લેશે. ઈસીબીએ અત્યાર સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે 10થી 24 સપ્ટેમ્બર સુધી ઈંગ્લેન્ડમાં ત્રર ટી-20 અને ત્રણ વન-ડે રમ્યા હતા. તાનિયા ભાટિયા ઈંગ્લેન્ડમાં ભારતની ટી-20 અને વન-ડે ટીમનો હિસ્સો છે. ભારતે શનિવારે લોર્ડસમાં રમેલી છેલ્લી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને વન-ડે શ્રેણી 3-0થી જીતી લીધી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement