નોરતાના પ્રથમ દિને જ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસ-ગરબાની જમાવટ : અદ્ભુત માહોલ

27 September 2022 10:38 AM
Rajkot PM Jam Kandorna Saurashtra
  • નોરતાના પ્રથમ દિને જ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસ-ગરબાની જમાવટ : અદ્ભુત માહોલ
  • નોરતાના પ્રથમ દિને જ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસ-ગરબાની જમાવટ : અદ્ભુત માહોલ
  • નોરતાના પ્રથમ દિને જ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસ-ગરબાની જમાવટ : અદ્ભુત માહોલ
  • નોરતાના પ્રથમ દિને જ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસ-ગરબાની જમાવટ : અદ્ભુત માહોલ
  • નોરતાના પ્રથમ દિને જ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસ-ગરબાની જમાવટ : અદ્ભુત માહોલ
  • નોરતાના પ્રથમ દિને જ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસ-ગરબાની જમાવટ : અદ્ભુત માહોલ

► માનો ગરબો રે, રમે રાજને દરબાર, રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર

► રાજકોટમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં મન મૂકીને રાસ-ગરબામાં જોડાતા લોકો : વેરાવળમાં પ્રાચીન ગરબીમાં જમાવટ : કનકાઇ માતાજીના મંદિરે ગરબાનું સ્થાપન : ઉપલેટામાં ગાયત્રી મહાયજ્ઞનું આયોજન : ગોંડલમાં 106 વર્ષ પ્રાચીન ગરબીમાં બાળાઓની ભકિત

રાજકોટ, તા. 27
માઁ જગદંબાની આરાધના સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રી પર્વની ઉજવણીનો ભકિતથી પ્રારંભ થઇ ગયો છે. પ્રાચીન તથા અર્વાચીન રાસોત્સવમાં પ્રથમ દિવસથી જ અનેરો ઉમંગ જોવા મળ્યો છે. માઁ અંબાની આરાધના કરતા ભાવિકો દ્વારા પૂજા-અર્ચના, મહાઆરતી, ઘટ સ્થાપન, રાસ-ગરબા વગેરેમાં શ્રધ્ધાનો સુર ગુંજયો હતો.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ પ્રાચીન ગરબીઓમાં બાળાઓ તથા અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ મોડી રાત સુધી મન મુકીને રમ્યા હતા. પ્રાચીન ગરબી મંડળ તથા અર્વાચીન રાસોત્સવના આયોજકો દ્વારા ઠેર ઠેર આયોજનો થયા છે.

વેરાવળ
ચોરવાડ ખાતે આવેલ ઝુંડ ભવાની માતાજીના મંદિરે નવલી નવરાત્રી મહોત્સવ-2022નું આયોજન આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી કરવામાં આવેલ છે અને તા.3 ના સોમવારે નવચંડી યજ્ઞ રાખેલ છે.ચોરવાડ ખાતે આવેલ માં ઝુંડ ભવાની માતાજીના સાનિધ્યમાં પવિત્ર નવલા નોરતામા માતાજીની ઉપાસના ભક્તિસભર વાતાવરણમાં પરંપરાગત પ્રાચીન રાસ ગરબા રમી નવરાત્રી મહોત્સવની ઉજવણી થનાર છે. આ નવરાત્રીની ઉજવણીમાં તા.26ના માતાજીની સંધ્યા આરતી બાદ સાંજે આઠ કલાકે માં ના ગરબા પ્રાગટય સાથે તા.26 થી તા.4 સુધી પ્રાચીન રાસ ગરબા અને દાંડીયા રાસનું આયોજન રાત્રે નવ થી બાર વાગ્યા સુધી કરવામાં આવેલ છે.

તા.3 ના સોમવારે નવચંડી યજ્ઞ રાખેલ હોય જેમાં બીડું સાંજે પાંચ કલાકે હોમાનાર છે. તા.5ના વિજ્યા દશમી (દશેરા)ના દિને રાત્રે નવ થી બાર તેમજ તા.9 ના શરદપુનમ (શરદોત્સવ)ના દિને સાંજે છપ્પ્ન ભોગ તથા રાત્રે નવ થી બાર વાગ્યા સુધી રાસ ગરબાનું આયોજન કરાયેલ છે. આ રાસ ગરબા હરીફાઇમાં ભાગ લેવા માટે ભવાની ઉત્સવ સમિતિ ટ્રસ્ટ કાર્યાલયનો સંપર્ક કરી નામ નોંધાવવા તથા વધુ માહીતી માટે મો.70165 56579નો સંપર્ક કરવા તેમજ માતાજીના આ પવિત્ર કાર્ય માટે દરેક ભકતો ભેટ સોગાદ ટ્રસ્ટના કાર્યાલય પર નોંધાવી શકનાર હોવાનું નારણભાઇ ચુડાસમા એ યાદીમાં જણાવેલ છે.

વેલકમ નવરાત્રી
માતાજીની આરાધનાના પર્વ એવા નવલા નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે આ પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા મથક વેરાવળમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન કરાયેલ જેમાં સાંસદ થી લઈને ભાજપના આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં બાળકો થી લઈને મોટી ઉંમરના ભાઈ-બહેન ખેલૈયાઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી અને ઉત્કૃષ્ટ રાસ રમનાર ખેલયાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.ગીર સોમનાથ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રથમ ભાજપના સાંસદ સહિતના આગેવાનોએ માતાજીની પૂજા આરતી કરીને રાસોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. બાદમાં બાળકો, યુવાઓ અને મેરીડ લોકો માટે જુદી-જુદી શ્રેણીમાં ગરબા હરીફાઈના રાસ રમાડવામાં આવ્યાં હતાં. આ સાથે રાસોત્સવ જોવા આવેલા લોકો માટે ફ્રી સ્ટાઈલ રાસ પણ રમાડવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ગરબે ઘુમ્યા હતાં અને રમાડવામાં આવેલ જુદી-જુદી સ્પર્ધાઓમાં વેલડ્રેસ સાથે ઉત્કૃષ્ટ રાસ રમનાર ખેલયાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

કનકાઇ માતાજી મંદિર
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં આવેલ 84 કુળ ના કુળદેવી કનકેશ્વરી માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે આદિ અનાદિકાળની પરંપરા મુજબ માતાજીના ગરબા નું સ્થાપન કરવામાં આવ્યું હતું. માતાજીના ગરબા ના સ્થાપનના મુખ્ય મનોરથી છાયાબેન યોગેશભાઈ ભદ્રેશા પરિવાર કેનેડા હતો આત કે ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની મેનેજર દેવાંગ ઓઝા રાજુભાઈ મહેતા ઉદય મહેતા અને વિમલ મીઠાણી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપલેટા
ઉપલેટામાં શરદ પૂનમને દિવસે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ઉપલેટા મોજ નદીને કાંઠે ગાયત્રી પરિવાર દ્વારા ભવ્ય ગાયત્રી મંદિર બનાવવામાં આવેલ છે આ મંદિરના પટાંગણમાં તારીખ 10-9ને રવિવાર શરદ પૂનમના દિવસે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે આયોજકો દિલીપભાઈ ટીલાવત અને દિલીપભાઈ જોશીના જણાવ્યા મુજબ સવારે 8:00 વાગે યજ્ઞનું શરૂઆત થશે અને બપોરના 11:00 કલાકે યજ્ઞનું બીડુ હોમવામાં આવશે આ યજ્ઞમાં ભાગ લેવા માંગતા લોકોએ દિલીપભાઈ જોશી નો સંપર્ક કરવા જણાવ્યું છે.

ગોંડલ
ગોડલ નાનીબજાર આયે શેરીમાં મહારાજા સર ભગવતસિહજી એ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશેન નો લાભ લઈને ધન્યતા અનુભવતાં હતા આજે પણ આ ગરબીએ તેમની પ્રાચિન સંસ્કૃતિ જાળવી રાખી છે ત્યારે આ ગરબીનુ સંચાલન સ્વ. તુલશીભાઈ ધડુક દ્વારા કરવામાં આવતું હતું જે પરંપરા તેમના પરિવારના ગૌરાંગ ધડુક આગળ ધપાવી રહ્યા હતાં ત્યારે. આ વર્ષે આયેશેરી ગૃપના તેજશ સંપટ ને પ્રમુખ ની જવાબદારી આપેલ હતી તેમની દેખરેખ હેથળ સભ્યશ્રી જયદીપ ઉદેશી રાકેશ, ગોડા દિપક, ખેતીયા ગોપાલ, ખેતીયા હિતેશ, ભાલાળા મિતેશ, ત્રિવેદી દર્શન જોષી, નિખીલ ખીલોસિયા, સંજયભાઈ જેઠવા, અનિલ વરીયા, નયન વૈદ, કિરીટ હિરપરા, કાનભાઈ સંપટ, ચિરાગ જોશી, અરબાઝ સુમરા, મયુરભાઈ ઉદેશી, કાંતિભાઈ શેઠિયા, વિરલભાઈ વસાણી, જીગ્નેશભાઈ કોણીયા સહિતના યુવાનો દ્વારા ચાચર ચોકે પ્રાચિન ગરબીની પરંપરા જાળવી રાખી આગળ ધપાવી રહ્યા છે.

ગોંડલમાં તન્ના સ્કૂલ દ્વારા યોજાયેલ વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓ દ્વારા રાસ ગરબીની રમઝટ
આસો નવરાત્રી એટલે માતાજીની આરાધના કરવાનું પર્વ .. નવરાત્રીના પર્વને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. ગોંડલની તન્ના સ્કૂલ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોંડલ મામા દેવ મંદિર મહંત ચંદુબાપુ દેશાણી, પ્રહલાદભાઈ પારેખ, હિતેશભાઈ દવે ગોંડલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણી,તન્ના સ્કૂલ ના ચેરમેન મધુભાઇ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને ખેલૈયાઓ રાસ ગરબા રમ્યા હતા અને ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાલાવડમાં કમલકુંજ નવવિલાસ પુષ્ટિ રાસોત્સવનો પ્રારંભ
કાલાવડ ખાતે કમલકુંજ નવવિલાસ પૃષ્ટિ રાસોત્સવ કાર્યક્રમ ના ઉદ્ઘાટન પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી ને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો. પુ. પા. ગો 108 શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ અને પૂર્વ કૃષિ પ્રધાન અને હાલના જામનગર શહેરના ધારાસભ્ય અને કાલાવડ ના પનોતા પુત્ર આર.સી. ફળદુ તથા જામનગર જિલ્લા દૂધ સંઘના ચેરમેન કાંતિભાઈ ગઢીયા, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, વલ્લભભાઈ સંઘાણી, વલ્લભભાઈ વાગડીયા, મહેશભાઈ સાવલિયા, શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા સહિતના તાલુકા અને શહેર ભાજપના આગેવાન કાર્યકર્તાઓ સહિત સ્વયંસેવક ગણ ઉપસ્થિત રહ્યા હતા.
(તસ્વીર : રાજુ રામોલીયા - કાલાવડ)


Related News

Advertisement
Advertisement
Advertisement