કાલાવડ તાલુકાના ગામડાઓમાં ‘આપ’ દ્વારા ગેંરેન્ટી કાર્ડનું વિતરણ

27 September 2022 10:43 AM
Jamnagar
  • કાલાવડ તાલુકાના ગામડાઓમાં ‘આપ’ દ્વારા ગેંરેન્ટી કાર્ડનું વિતરણ

કાલાવડ,તા.27
તા.26/09/22 ને સોમવાર નાં રોજ કાલાવડ -76 વિધાનસભા અંતેગત કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા મોટા ભાડુકીયા પીપર ગામોમાં વીજળી, રોજગારી તથા અઢાર વષે થી ઉપર ની મહિલા ઓ ને સન્માન રાશિ રૂપે રુપિયા એક હજાર નાં ગેરંટી કાડે નું વિતરણ કરવામાં આવ્યું હતું.દરેક ગામોમાં ગ્રામજનો દ્વારા ખુબ જ સરસ આવકાર મળી રહ્યો હતો.લોકો ઉમળકાભેર આમ આદમી પાર્ટીના આદરણીય સંયોજક શ્રી અને દિલ્હી નાં મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી ની વિચારધારા ને ખુબ જ આવકાર આપી રહ્યા હતા.
આ કાયેક્રમ માં જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ શ્રી બથવાર કાનજીભાઈ તથા જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના સહ ઇન્ચાર્જ શ્રી ધનજીભાઈ સિગંલ તથા દિપેનભાઈ તથા નિકુંજ બથવાર તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(ફોટો: રાજુ રામોલિયા કાલાવડ)


Advertisement
Advertisement
Advertisement