હળવદના કીડી ગામે જૂની અદાવતનો ખાર રાખીને વૃદ્ધ પર હુમલો

27 September 2022 10:49 AM
Morbi
  • હળવદના કીડી ગામે જૂની અદાવતનો ખાર રાખીને વૃદ્ધ પર હુમલો

(જીગ્નેશ ભટ્ટ )
મોરબી તા. 27
હળવદના કીડી ગામે જૂની અદાવતનો ખાર રાખી વૃદ્ધને મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો હતો જેથી ઇજા પામેલા વૃદ્ધએ સારવાર લીધે બાદ તેને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

કીડી ગામે રહેતા ભુદરભાઇ પોપટભાઇ દલસાણીયાએ હાલમાં સતાભાઇ વેલાભાઇ મુંધવા, વિપુલભાઇ સતાભાઇ મુંધવા અને મુડીબેન સતાભાઇ મુંધવા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેની વાડી તથા સાતાભાઇની વાડી એક સેઢે આવેલ છે અને તે વાડીના રસ્તા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી સાતાભાઇએ તેમની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જો કે, ત્યાર બાદ સમાધાન થઈ ગયું હતું પરંતુ ગઈકાલે સાંજના સમયે ભુદરભાઇ બાઈક લઈને વાડીના મજુરો માટે કરીયાણું લેવા જતાં હતા ત્યારે સતાભાઇના દીકરા વિપુલએ તેને ઢીકા પાટુનો માર મારીને ગાળો આપી હતી અને ત્યારે ગામના માજી સરપંચ પ્રેમજીભાઇ ચતુરભાઇ ઉધરેજા ત્યાં આવ્યા હતા અને ભુદરભાઈને બચવાયા હતા.

ત્યાર બાદ સાતાભાઈને રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે સાતાભાઈની પત્ની મુડીબેન પણ ભુદરભાઈ સાથે ઝપાઝપી કરીને ગાળો આપી હતી. જેથી હાલમાં ભુદરભાઇ પોપટભાઇ દલસાણીયાએ મહિલ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે


Advertisement
Advertisement
Advertisement